હાલમાં એક મુદ્દો ફરી વિવાચે ચડ્યો છે કે ગુજરાતના વિવિધ જિલ્લામાં અશાંત ધારો લાગુ થઈ રહ્યો છે તો ભાવનગરમાં શા માટે નહીં. આવી માંગ કરવામાં આવી રહી હતી. આ માંગ સાથે રેલીમાં ડેપ્યુટી મેયર તેમજ ભાજપના નગરસેવક સહિતનાઓ રેલીમાં જોડાયા હતા. ભાવનગર શહેરના ક્રેસંટ, ગીતાચોક, મેઘાણીસર્કલ, ઘોઘાસર્કલ, અને ઘોઘારોડ સહિતના વિસ્તારોમાં અને કરચલીયા પરા સહિત મુખ્ય બજારો સહિતના વિસ્તારોમાં હાલ જે પ્રમાણે મિલકતના સોદા થઈ રહ્યા છે. તેને લઈને હિન્દુ સંગઠનો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ભાવનગરમાં અશાંત ધારો લાગુ કરવા માટે વિવિધ હિન્દુ સંગઠનો આવ્યા મેદાનમાં આવ્યા છે.
વિગતો મળી રહી છે એ પ્રમાણે જો વાત કરીએ તો જશુનાથ સર્કલ પરથી કલેકટર કચેરી સુધી જય શ્રી રામના સૂત્રોચાર સાથે મહિલાઓ સહિત 5,000 વધું યુવાઓ રેલીમાં જોવા મળી રહ્યા છે. જોકે આવેદન પત્ર પાઠવતા સમયે એડિશનલ કલેકટર સાથે શાબ્દિક ઘર્ષણ થતા હિન્દુ સંગઠનના યુવાઓએ સતત 30 મિનિટ સુધી કલેકટર કચેરીનો રોડ બ્લોક કરી રાખ્યો હતો અને આ સાથે જ રામધુન મચાવી હતી. આખરે ડેપ્યુટી કલેકટર અશાંત ધારાની રજુઆત અને આવેદન પત્ર સ્વીકારી લીધા અને ઓફિસ પરથી નીચે જઈ મામલો શાંત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં ડિસ્ટર્બ એરીયા એકટ લાગુ કરવા માટે દાયકાઓથી રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ પણ પ્રકારનો સુખદ અંત નહીં આવતા આખરે વિવિધ હિંદુ સંગઠનો મેદાન પર ઉતર્યા છે.
આજે શહેરના જશુંનાથ સર્કલ પરથી આ રેલીનું પ્રસ્થાન થયું હતું. જ્યાંથી કલેક્ટર કચેરીએ વિવિધ બેનરો અને અશાંત ધારો લાગુ કરવાની માંગના સૂત્રો ચાર કરવામાં આવ્યા હતા. 5000 થી વધું લોકો હાજર હોવાથી અધિક કલેકટર તેમની કચેરીમાંથી નીચે આવીને અવેદપત્ર સ્વીકારે તેવી વિનંતી કરી હતી પરંતુ અધિક કલેકટર પોતાની કચેરીમાં જ અવેદપત્ર આપવાનો આગ્ર રાખીને બેઠા હતા. આ દરમિયાન એક આગેવાને અધિકારી કલેકટરને બોવ સરળ શબ્દોમાં કહ્યું હતું કે આવતીકાલે મુખ્યમંત્રી ભાવનગરમાં આવે છે. ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાંથી હિન્દુઓને ફરજીયાત ઘર વહેંચી બીજા સ્થળે રહેવા જવુ પડે છે. જેને પરિણામે શહેરની કોમી-એખલાસતા ઘટી રહી છે. આ સંજોગોમાં અશાંત ધારો લાગુ કરવા માટે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખી ભાવનગરમાં અશાંત ધારો લાગુ કરવા માંગણી કરેલ છે. રાજ્યના અમદાવાદ વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં અશાંતધારો લાગુ પડ્યો છે અને ભાવનગરમાં પણ ઘણા લાંબા સમયથી આ અંગેની માંગણી છે ત્યારે વહેલીતકે આ અંગેનો નિર્ણય લેવાની માંગણી કરવામાં આવેલ છે.