Gujarat News: આજે ગર્વ સાથે ભાવનગરના પ્રજા વત્સલ રાજવીને યાદ કરવાનું મન થાય. પ્રજાના સુખે સુખી ને પ્રજાના દુઃખે દુઃખી થનાર ભાવનગર રાજ્યના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ પોતાનાં રાજ્યમાં અંધ વ્યક્તિ માટે અભ્યાસની તક ઊભી કરેલી. જે વાત માંટે પુરા ગુજરાતને ગર્વ લેવાનું મન થાય એ માંટે શેદરદા ચોવીસી ધરમસિંહ બાપુ તો એમ કહે છે કે,:
“ગયા રાજા મુંબઈ ને મળ્યા નેતરવાળા,
વ્યથા સુણીને બાપુએ બનાવી અંધ શાળા.”
ભાવનગર દેશ માટે પ્રથમ રજવાડું અર્પણ કરી શક્યું એમ ગુજરાત માંટે અંધ શાળા પણ પ્રથમ શરુ કરી શક્યું છે. એક નટુ દોલત ઓઝાને છેક મુંબઈ વિક્ટોરિયા મેમોરિયલ પ્રજ્ઞાચક્ષુ શાળામાં ઈનામ આપનાર રાજવી કૃષ્ણકુમારસિંહજી આઝાદી પહેલા કાઠિયાવાડ પંથકને અંધ ઉદ્યોગ શાળાની ભેટ આપે છે અને રાજ્યના અંધ વિદ્યાર્થીના જીવનમાં એક નવું આશાનું કિરણ ફૂટી નીકળે છે.
૬/1/1932 ના રોજ ભાવનગર મુકામે અંધ વિદ્યાર્થી માંટે શાળાની શરૂઆત થઇ હતી. આનંદ એ વાતનો છે કે પુરા 9 દાયકાની સફર સાથે આ શાળા ભાવનગરનો વિદ્યાનગર વિસ્તાર છોડીને વિશ્વ ફલક પર પોતાની નામના પ્રસ્થાપિત કરી ચૂકી છે. પૂરી શ્રદ્ધા સાથે કહિ શકાય છે કે, મહારાજનું જે સ્વપ્ન હતુ એ પૂર્ણ રીતે સાકાર થતુ દેખાય છે.
શાળા દ્વારા બાળથી બાર ધોરણ સુધીનું શિક્ષણ આપવાની વાત હોય કે ઉદ્યોગ ક્ષેત્રનું તાલીમી શિક્ષણ, સંગીત હોય કે સાહિત્ય, રમત હોય કે રસોઈ, જાહેર ભરતીની તાલીમ હોય કે જીવન જીવવાની કલા. શાળા તજજ્ઞ નિષ્ણાંત દ્વારા અંધ વિદ્યાર્થીને દરેક પ્રકારનું શિક્ષણ આપવા માટે કટિબંધ છે. શાળાનો દરેક વિદ્યાર્થી સમાજમાં પોતાનું શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરી સમાજને ઉપયોગી બને એ શાળાની મુખ્ય નેમ છે.
શિક્ષણ સાથે અંધ વ્યક્તિનું મહત્વ સમાજમાં સાચી રીતે જળવાઈ રહે એવાં પ્રયત્ન પણ શાળા દ્વારા કરવામાં આવી રહ્યાં છે. વર્તમાન સમયમાં શાળાનું સંચાલન કરી રહેલ લાભુભાઈ સોનાણી દીર્ઘ દ્રષ્ટિથી શાળાની પ્રવૃત્તિ આગળ ધપાવી રહ્યા છે.
અંધ વિદ્યાર્થીઓની કલા ઉજાગર કરવા માંટે દર વર્ષે અલગ અલગ શીર્ષક હેઠળ પ્રદશન યોજી આમ સમાજમાં અંધ વિદ્યાર્થીને પ્રસ્થાપિત કરવાની વાત હોય કે સમવેદના સોસાયટીની રચના કરી સામાન્ય બાળકો સાથે પ્રજ્ઞાચક્ષુ બાળકોને સમાવેશ કરવાની વાત હોય. લાભુભાઈ શાળા માટે ખુબ સફળ સંચાલક રહ્યાં છે.
આ શાળાને રાજા જેવાં જ દાનવીર મળ્યા છે. શાળાને રીનોવેટ કરનાર કિર્તીભાઇ દેવગાણાંનું અણમોલ ગ્રુપની અણમોલ ભેટ હોય કે કોઈ અન્ય દાતાની દિલાવરી, રાજવી પરિવારનો સાથ હોય કે આમ સમાજની સાહનુભૂતી. દરેક વ્યક્તિના સાથ સહકારથી આ શાળાએ સેકડો સિતારા સમાજમાં ચમકાવ્યા છે.
મૃત્યુને હરાવીને 422 કલાક પછી બહાર નીકળેલો પહેલો મજૂર કોણ હતો? કઈ રીતે બહાર આવ્યો અને પછી શું થયું??
12 નવેમ્બરથી લઈને 28 નવેમ્બર સુધી 17 દિવસ ટનલમાં શું-શું થયું? જાણો પહેલા જ દિવસથી આખી કામગીરી વિશે
સતત પ્રગતિશીલ અને પ્રવૃત્તિશીલ અંધ ઉદ્યોગ શાળાને અભિનંદન અને પ્રજા પ્રેમી રાજવી કૃષ્ણકુમારસિંહજીને વંદન.
-મનહર વાળા રસનિધિ ભાવનગર