BREAKING: સાળંગપુર મંદિરમાં હનુમાનજીના વિવાદી ભીંતચિત્રોનોને લઇ ભભૂકયો રોષ, હવે કરણી સેના મેદાનમાં આવી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Botad News : શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. જે ‘કિંગ ઓફ સાળંગપુર’ના નામથી ઓળખાય છે. સાળંગપુર ધામમાં કિંગ ઓફ સાળંગપુર ખાતે 54 ફૂટ ઊંચી દિવ્ય મૂર્તિનું અનાવરણ કરાયું હતું. બોટાદના સાળંગપુરધામમાં હનુમાનજીના વિવાદી ભીંતચિંત્રોને લઈને વિવાદ સર્જાયો છે. આ ભીંતચિત્રો સામે આવતા જ ચારેકોરથી સનાતન ધર્મના સાધુ સંતો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભીંતચિત્રોની તસવીરો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ છે. સાથે જ વિરોધમાં લખાણ પણ લખીને હવે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે.

આ વિવાદમાં હવે કરણી સેના પણ મેદાનમાં આવી છે. કરણી સેના તમામ સનાતન ધર્મના સાધુ સંતોને ધર્મના રક્ષણ માટે આગળ આવવા અને સાળંગપુર ધામ પહોંચવા અપીલ કરી છે.આ તરફ હનુમાનજીના અપમાન મુદ્દે હવે ચૈતન્ય શંભુ મહારાજનું પણ નિવેદન સામે આવ્યુ છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે તમને કોઈ અધિકાર નથી કે તમે રામ કે હનુમાન વિશે ખરાબ બોલો.

શંકરાચાર્યનું પ્રાગટ્ય સનાતન ધર્મના રક્ષણ માટે જ થયુ છે. જ્યા સુધી શંકરાચાર્ય ભારત ભૂમિ પર છે દુનિયાની કોઈ તાકાત સનાતનને ક્ષતિ નહીં પહોંચાડી શકે. મુસ્લિમો કે અંગ્રેજોએ સનાતનને નુકસાન કર્યુ છે. આપણા જ લોકો સનાતન ધર્મના વિરોધમાં ગયા છે.

BIG NEWS: સાળંગપુર મંદિર વિવાદમાં VHPનો હુંકાર, કહ્યું- હનુમાનજી કોઈના દાસ નથી પરંતુ સનાતન ધર્મના બાપ છે…

BIG BREAKING: CM ભૂપેન્દ્ર પટેલ ગુજરાતથી સીધા દિલ્હી પહોંચ્યા, 25 મિનિટ સુધી સાળંગપુર મંદિર વિવાદ અંગે ચર્ચા થઈ ???

BREAKING: 24 કલાકમાં ચિત્રો હટાવી લેજો નહીંતર આ બ્લેકના વ્હાઈટ કરનારાનો વધ કરી નાખીશ, આ મંહતે આપી ધમકી

તમામ એક થઈને વિરોધી શક્તિનો સામનો કરવો પડશે.બીજી તરફ આ મામલે શિહોર પોલીસ સ્ટેશનમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જ્યાં 33 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે. શિહોર પોલીસને અરજી કરીને હવે સાળંગપુર મંદિર પ્રશાસનના સંતો સામે ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી રહી છે.


Share this Article