Rajasthan: બાબા બાલકનાથે છોડ્યું સાંસદ પદ, મુખ્યમંત્રી પદની રેસમાં નવા એંધાણ!

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Rajasthan News: રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદની રેસમાં સામેલ એવા બાબા બાલકનાથે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. રાજસ્થાનના અલવર જિલ્લામાંથી ધારાસભ્ય બન્યા બાદ બાબા બાલકનાથે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. બાબા બાલકનાથ આજે લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળ્યા હતા અને તેમને સંસદ સભ્યપદેથી રાજીનામું સોંપ્યું હતું. બાબા બાલકનાથ અલવર જિલ્લાના તિજારાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

બાબા બાલકનાથને CM બનાવવાની અટકળો ચાલી રહી છે. જોકે, ભાજપે હજુ સુધી કોઈનું નામ ફાઈનલ કર્યું નથી. રાજ્યમાં ભાજપ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. મહત્વનું છે કે, બાબા બાલકનાથ અલવરથી સાંસદ હતા. આ સાથે રાજસ્થાનમાં બાલકનાથની સંભવિત ભૂમિકાને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદની રેસમાં જે નેતાઓના નામ લેવામાં આવી રહ્યા છે તેમાં બાબા બાલકનાથનો પણ સમાવેશ થાય છે. એવી અટકળો છે કે, ભાજપ તેમને રાજસ્થાનમાં કોઈ મોટી જવાબદારી આપી શકે છે.

નવ સાંસદોના રાજીનામા સ્વીકારાયાં

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ભારતીય જનતા પાર્ટીના નવ સાંસદોના રાજીનામા સ્વીકારી લીધા છે જેમણે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ બુધવારે રાજીનામું આપ્યું હતું. ગુરુવારે જ્યારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે બિરલાએ ગૃહને આ અંગે માહિતી આપી હતી. લોકસભાના સ્પીકરે ગૃહને જણાવ્યું કે રાજસ્થાન રાજ્યના જયપુર ગ્રામીણથી સાંસદ રાજ્યવર્ધન રાઠોડ, રાજસમંદથી દિયા કુમારી, મધ્ય પ્રદેશના મોરેનાથી નરેન્દ્ર સિંહ તોમર, દમોહથી પ્રહલાદ પટેલ, જબલપુરથી રાકેશ સિંહ, સિધીથી રીતિ પાઠક, હોશંગાબાદથી ઉદય પ્રતાપ સિંહ, છત્તીસગઢના રાયગઢથી ગોમતી સાઈ અને બિલાસપુરના અરુણ સાઓએ રાજીનામું આપ્યું છે.

ફ્રી..ફ્રી..ફ્રી.. આધાર કાર્ડમાં નામ, સરનામું, જન્મ તારીખ વગેરે અપડેટ કરો મફત, પ્રોસેસિંગ ફી ચૂકવવાની જરૂર નથી 

Telangana: રેવંત રેડ્ડીએ મુખ્યમંત્રી પદના લીધા શપથ, ભટ્ટી વિક્રમાર્ક બન્યા ડેપ્યુટી સીએમ

ચાઈનાના વાયરસથી દિલ્હી AIIMSમા હડકંપ, એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે 7 કેસ પોઝિટિવ, જાણો શું છે સરકારની એડવાઈઝરી?

તેમણે કહ્યું કે, મેં 6 ડિસેમ્બર 2023થી આ સભ્યોના રાજીનામાનો સ્વીકાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ સિંહ પટેલ સહિત ભાજપના 10 સાંસદોએ બુધવારે રાજીનામું આપ્યું હતું. તેમાંથી કિરોનીલાલ મીણા રાજ્યસભાના સભ્ય હતા. આ તમામ સાંસદો તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.


Share this Article