Breaking: લદાખની ખાડીમાં સેનાની ગાડી પડી, આઠ જવાનોના મોતથી સમગ્ર દેશમાં હાહાકાર, જાણો કઈ રીતે થયો મોટો અકસ્માત

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

India News: કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ (Ladakh)માં શનિવારે સાંજે ભારતીય સેનાના વાહનને અકસ્માત નડ્યો હતો. રાજધાની લેહ નજીક ક્યારી ગામમાં સેનાનું એક વાહન ખાડામાં પડી ગયું. અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં સેનાના 9 જવાનોના મોત થયા છે. લેહમાં થયેલા અકસ્માતમાં નવ સૈનિકોના મોત થયા છે, જ્યારે એક સૈનિક ઘાયલ થયો છે. મૃત સૈનિકોમાં આઠ સૈનિકો અને એક જેસીઓ (જુનિયર કમિશન્ડ ઓફિસર)નો સમાવેશ થાય છે.

અધિકારીઓએ જણાવ્યું કે ક્યારી ગામથી સાત કિમી પહેલા સેનાનું વાહન અકસ્માતનો ભોગ બન્યું હતું અને ખાડામાં પડી ગયું હતું. આ અકસ્માતમાં આઠ જવાન અને એક જેસીઓના મોત થયા છે. આ અકસ્માતમાં એક જવાન પણ ઘાયલ થયો છે, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સેનાની આ પેટ્રોલિંગ કારુથી ક્યારી તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે હાલ ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય સેના (indian army)ની ટુકડીમાં ત્રણ વાહનો સામેલ છે. તેમાંથી સેનાની ટ્રક અકસ્માતનો ભોગ બની છે.

RBI બેંકે બનાવ્યો નવો નિયમ, લોન લેનારાને હવે બખ્ખાં જ બખ્ખાં, મોટી મુસીબતમાંથી મળી ગયો એક ઝાટકે છૂટકારો

જો તમે પણ શનિ-રવિ ક્યાંય ફરવાનો પ્લાન કરતા હોય તો પહેલા હવામાન વિભાગનું સાંભળી લેજો, મેઘરાજા ધબધબાટી બોલાવશે

અંબાલાલ પટેલની સાવ નવી જ આગાહી, કહ્યું- હવે માખીનો ત્રાસ વધશે, બધા ત્રાહિમામ પોકારશે, જાણો આવું કેમ?

આ ટુકડીમાં ત્રણ અધિકારીઓ, બે જેસીઓ અને 34 જવાન સામેલ હતા. ત્રણ વાહનોની આ ટુકડીમાં એક જીપ્સી, એક ટ્રક અને એક એમ્બ્યુલન્સ હતી. લદ્દાખનો વિસ્તાર જ્યાં આ દુર્ઘટના થઈ છે તે દૂરનો વિસ્તાર છે.જૂન 2020માં લદ્દાખની ગાલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ છે. ચીન તરફ સરહદ પર સૈનિકોની તૈનાતી પણ વધારી દેવામાં આવી છે. તેના જવાબમાં ભારતે માત્ર સરહદ પર સૈનિકોની સંખ્યા વધારી નથી, પરંતુ અહીં મોટા હથિયારો પણ તૈનાત કર્યા છે.


Share this Article
TAGGED: ,