Breaking News: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અલગ-અલગ સરકારી જગ્યાઓ માટે કરાઈ જાહેરાત, આ રહી લિસ્ટ

Desk Editor
By Desk Editor
Share this Article

Gandhinagar News: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સત્તાવાર રીતે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત કેડરમાં ભરતી થશે. તેમજ તારીખ 4 જાન્યુઆરીથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4,300 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

જોવા માટે ક્લિક કરો: PDF

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓ ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવી ગયો છે. આજે ભરતીની સત્તાવાર રીતે જાહેરાત થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ખાલી રહેલી જગ્યાઓ ઉપર આ ભરતી થવા જઈ રહી છે. જેમાં જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત કેડરમાં ભરતી થશે.


Share this Article