Breaking: ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોસ્ટબલનું હાર્ટ એટેકથી મૃત્યુ, પરિવારજનો અને પોલીસ સ્ટેશનમાં શોકનો માહોલ

Desk Editor
By Desk Editor
Share this Article

Botad News: ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોસ્ટબલનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. ગઢડાથી ડ્યુટી પૂર્ણ કરી હેડ કોસ્ટબલ બોટાદ પોતાના ઘરે પરતા આવી રહ્યા હતા. ત્યારે છાતીમાં દુઃખાવો થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

રાત્રે સારવાર દરમ્યાન 32 વર્ષની ઉંમરના હરપાલસિંહ સોલંકીનું મૃત્યુ નિપજ્યું હતું. આ મૃત્યુના સામાચાર મળતા જ બોટાદ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.


Share this Article