દિગ્ગજ મરાઠી અભિનેતા રવિન્દ્ર બેર્ડેનું નિધન, 8 વર્ષના બેર્ડેને કેન્સરની સારવારમાં આવ્યો હાર્ટ અટેક

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અજય દેવગનની ફિલ્મ ‘સિંઘમ’માં જોવા મળેલા મરાઠી અભિનેતા રવિન્દ્ર બેર્ડેનું નિધન થયું છે. દિગ્ગજ મરાઠી અભિનેતા રવિન્દ્ર બેર્ડે છેલ્લા ઘણા દિવસોથી મુંબઈની ટાટા હોસ્પિટલમાં કેન્સરની સારવાર લઈ રહ્યા હતા. તેમને ગળાનું કેન્સર હતું. ‘મહારાષ્ટ્ર ટાઈમ્સ’ના અહેવાલ મુજબ વિજયને બે દિવસ પહેલા હોસ્પિટલમાંથી તેમની તબિયતમાં સુધારો થતાં રજા આપવામાં આવી હતી, પરંતુ બુધવારે સવારે અચાનક ઘરે જ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. રવિન્દ્ર બેર્ડેના પરિવારમાં પત્ની, બે બાળકો, પુત્રવધૂ અને પૌત્ર-પૌત્રીઓ છે. ચાહકો પણ સોશિયલ મીડિયા દ્વારા શોક વ્યક્ત કરી રહ્યા છે.

300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું

રવિન્દ્ર બેર્ડેએ 1965માં થિયેટરથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેઓ મરાઠી ફિલ્મ ઉદ્યોગના જાણીતા અભિનેતા હતા, જેમણે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતા ઉપરાંત રવિન્દ્ર બેર્ડેની વધુ એક ઓળખ એ હતી કે, તેઓ લક્ષ્મીકાંત બેર્ડેના ભાઈ હતા. બંનેએ એક સાથે અનેક ફિલ્મોમાં કામ પણ કર્યું છે. ‘હમ આપકે હૈ કૌન’ ફિલ્મમાં લક્ષ્મીકાંતે સલમાન ખાનના મિત્ર લલ્લુની ભૂમિકા ભજવી હતી. લક્ષ્મીકાંતનું પણ 2004માં માત્ર 50 વર્ષની વયે કિડનીની બિમારીથી અવસાન થયું હતું.

1995માં પણ હાર્ટ એટેક આવ્યો

રવિન્દ્ર બેર્ડેને અગાઉ પણ વર્ષ 1995માં હાર્ટ એટેક આવ્યો હતો, જોકે એ હુમલો નજીવો હતો. આ પછી વર્ષ 2011માં તેમને કેન્સર હોવાનું નિદાન થયું હતું. સારવાર દરમિયાન પણ રવિન્દ્ર સતત ફિલ્મોમાં કામ કરી રહ્યા હતા. 78 વર્ષીય રવિન્દ્ર તેમની પત્ની, બે પુત્રો અને તેમના બાળકો સાથે રહેતા હતા.

મોહમ્મદ શમી પ્રતિષ્ઠિત Arjuna Award મેળવવાની રેસમાં, BCCIએ સરકારને શમી માટે ખાસ કરી ભલામણ

‘હું કોઈની પત્ની છું…’, અભિનેત્રીએ નો કિસિંગ પોલિસી પર બધાને ચોંકાવી દીધા, ઈન્ટીમેટ સીન હોય તો ઘસીને ના જ પાડી દે

રોડ ટ્રિપ્સ માટે ભારતમાં છેે સૌથી આકર્ષક જગ્યા, વિદેેશમાં ધક્કો ખાવાની જરૂર નથી! જાણો કઈ કઈ

પડદા પર રવિન્દ્રની જોડીને અશોક સરાફ, વિજય ચવ્હાણ, મહેશ કોઠારે, વિજુ ખોટે, સુધીર જોશી અને ભરત જાધવ સાથે ખૂબ પસંદ કરવામાં આવી હતી. તેમણે અનેક પ્રકારના પાત્રોથી લોકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું હતું. રવિન્દ્ર મરાઠી ઉપરાંત હિન્દી સિનેમામાં પણ સક્રિય હતા. તેઓ સિંઘમ, ચિંગી જેવી હિન્દી ફિલ્મોમાં પણ પોતાના અભિનયનો જાદુ બતાવી ચૂક્યા છે.


Share this Article