Delhi Service Ordinance:કેન્દ્રીય કેબિનેટે દિલ્હીમાં અધિકારીઓની પોસ્ટિંગ-ટ્રાન્સફર પર નિયંત્રણ સાથે સંબંધિત વટહુકમને બદલવા માટેના બિલને મંજૂરી આપી દીધી છે. સૂત્રોએ મંગળવારે સાંજે આ માહિતી આપી હતી. આ સાથે તેમણે કહ્યું કે હવે આ બિલ ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરવા માટે તૈયાર છે.
‘દિલ્હી નેશનલ કેપિટલ ટેરિટરી ગવર્નમેન્ટ એમેન્ડમેન્ટ ઓર્ડિનન્સ’ રાજ્યની શાસક આમ આદમી પાર્ટી અને કેન્દ્ર સરકાર વચ્ચે તાજેતરના સમયમાં નવા સંઘર્ષનું કારણ બની ગયું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP) દિલ્હીમાં અમલદારોની ટ્રાન્સફર-પોસ્ટિંગ સંબંધિત વટહુકમનો વિરોધ કરી રહી છે, જે કેન્દ્ર સરકાર દ્વારા મે મહિનામાં બહાર પાડવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં સંસદમાં સરકાર અને વિપક્ષી ગઠબંધન વચ્ચે આ સંબંધિત બિલના મુદ્દે મડાગાંઠ સર્જાવાની સંભાવના છે.
વિશ્વની સૌથી અમીર મહિલા ક્રિકેટરઃ એલિસે પેરીથી લઈને સ્મૃતિ મંધાના સુધી, આ મહિલા ક્રિકેટરોની કમાણી પણ છે જોરદાર, નેટવર્થ તમારા દિમાગને ઉડાવી દેશે
IND vs WI: બીજી ટેસ્ટ મેચમાં વરસાદનું વિઘ્ન નડતા રોહિત શર્મા થયો ગુસ્સે, કેપ્ટને આપ્યું આવું નિવેદન
હાર્દિક પંડ્યાને મળ્યો આરામ, તો કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? 3 ખેલાડીઓ રેસમાં સૌથી આગળ
અગાઉ એવા અહેવાલ હતા કે લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, ડીએમકે સાંસદ એ રાજા, તૃણમૂલ કોંગ્રેસના સૌગતા રોય અને આરએસપીના એનકે પ્રેમચંદ્રને બિલને રદ કરવાની નોટિસ આપી છે. હકીકતમાં, જ્યારે પણ સરકાર વટહુકમના સ્થાને સંસદમાં બિલ રજૂ કરે છે, ત્યારે તેને બિનઅસરકારક બનાવવા માટે તેની વિરુદ્ધ વૈધાનિક ઠરાવ રજૂ કરી શકાય છે.