Business news: સપ્ટેમ્બર મહિનામાં ઘણા ફેરફારો લાગુ કરવામાં આવશે, જેની અસર દેશભરના લોકોને થશે. જેમાં 2000ની નોટ બદલવાની અંતિમ તારીખ પણ સામેલ છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આ નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી, અને એ પણ કહ્યું હતું કે તેઓ કાનૂની ટેન્ડર રહેશે. કેન્દ્રીય બેંકે આ પ્રક્રિયા સમયસર પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે ચાર મહિનાનો સમય આપ્યો હતો. આરબીઆઈ દ્વારા મે મહિનામાં જારી કરાયેલા એક રીલીઝ મુજબ રૂપિયા 2,000 મૂલ્યની બાકીની ચલણી નોટો બદલવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે.
જો તમારી પાસે હજુ પણ આ નોટો છે અને તમે તેને બેંકમાં એક્સચેન્જ કરવા માંગો છો, તો ધ્યાનમાં રાખવું જરૂરી છે કે આ મહિનામાં બેંકો 16 દિવસ સુધી બંધ રહેશે. આ રજાઓમાં જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, મહારાજા હરિ સિંહ જીની વર્ષગાંઠ અને ઈદ-એ-મિલાદ-ઉલ-નબીનો સમાવેશ થાય છે. આમાંની કેટલીક રજાઓ રાષ્ટ્રીય સ્તરે મનાવવામાં આવશે, જ્યારે પ્રાદેશિક સ્તરે અન્યમાં બેંકો બંધ રહેશે. આવી સ્થિતિમાં, લોકો 2000 રૂપિયાની નોટ બદલવા માટે બેંક જઈ શકે છે અથવા તેમના બેંક ખાતામાં 2000 રૂપિયાની નોટ જમા કરાવી શકે છે.
ગ્રાહકોએ તેમની પાસે ઉપલબ્ધ રૂપિયા 2,000ની નોટ સાથે કોઈપણ અધિકૃત બેંકની મુલાકાત લેવી પડશે. બેંક તેમને એક સ્લિપ આપશે જેમાં ગ્રાહકોએ રૂપિયા 2,000ની નોટો બદલવાની સુવિધા માટે જરૂરી વિગતો દાખલ કરવી પડશે.
ગુજરાતના દરેક પોલીસ જવાનોને 1 કરોડનો વીમો અને સાથે મળશે અઢળક લાભ, આઠમ પર લેવાયો સૌથી મોટો નિર્ણય
ગ્રાહકોએ અન્ય મૂલ્યોની નોટો સાથે બદલવા માટે રૂપિયા 2,000ની નોટો સાથે સ્લિપ સબમિટ કરવી પડશે. એ નોંધવું જોઈએ કે બેંકના આધારે પ્રક્રિયા બદલાઈ શકે છે. RBI એ એક સમયે રૂપિયા 2,000 ની નોટોનો ઉપયોગ કરીને બદલી શકાય તેવી રકમ માટે મહત્તમ રૂપિયા 20,000ની મર્યાદા નક્કી કરી છે.