Business News: શેરબજારમાં ચારેકોર ભારે ઘટાડો જોવા મળ્યો હતો. અમુક પસંદગીના શેરોને બાદ કરતાં એવો કોઈ સ્ટોક બચ્યો નથી જે ઘટ્યો ન હોય. બજારના આ ઘટાડામાં અદાણી ગ્રૂપના શેરને પણ જોરદાર માર પડ્યો છે. અદાણી ગૃપની કંપનીઓના શેર એક જ દિવસમાં 9 ટકા તૂટ્યા છે.
અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ગ્રીન, અદાણી પોર્ટ્સ, અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, અદાણી પાવર, અદાણી વિલ્મર, ACC અને અંબુજા સિમેન્ટના શેરમાં રોકાણકારોને કરોડોનું નુકસાન થયું છે.
90,000 કરોડનું નુકસાન
એક રિપોર્ટ અનુસાર અદાણી ગ્રુપના શેરમાં ઘટાડાને કારણે ગ્રુપની માર્કેટ મૂડીને લગભગ 90,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બજારમાં પ્રબળ ઘટાડાની અસર અદાણી ગ્રુપના શેર પર પણ જોવા મળી હતી.
કોંગ્રેસ અને ગઠબંધન શોભાના ગાંઠિયા સમાન રહી ગયા, બધા જ સર્વેમાં ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો!
અદાણી એન્ટરપ્રાઇઝ 7 ટકા, અદાણી ગ્રીન 9 ટકા, અદાણી પોર્ટ્સ 7 ટકા, અદાણી પાવર 5 ટકા, અદાણી ટોટલ ગેસ 9.550 ટકા અને અંબુજા સિમેન્ટ 4.81 ટકા ઘટ્યા હતા.