સિંગતેલના ભાવ વધતા પાછળ સ્થાપિતહિતોની સટ્ટાખોરી-સંગ્રહખોરી જવાબદાર હોવાનો આક્રોશ નાગરિકોએ ઠાલવ્યો હતો. સિંગતેલના ભાવ રૂ।. ૨૮૨૦ થી રૂા. ૩૦૦૦ થયા છે. જ્યારે બીજીબાજુ કપાસિયા રૂ. ૨૫૬૦ થી રૂ।. ૨૫૫૦ મકાઈ રૂ।. ૨૬૦૦ થી રૂ।. ૨૪૫૦, પામોલિન રૂા. ૨૧૦૦ થી રૂા. ૧૯૫૦ સુધી નીચે ઉતર્યા છે. હોલસેલ માર્કેટના વેપારીઓ એવું કારણ દર્શાવે છે કે વરસાદ વધુ થતા અન્ય રાજ્યોમાંથી ખાદ્યતેલનો જથ્થો લાવવા મુશ્કેલી નડી હતી. એટલું જ નહિં, ટ્રાન્સપોર્ટેશન વધતા હાલમાં ભાવ વધ્યા છે.
તો બીજી બાજુ વેપારીઓ પણ એવું કહે છે કે સિંગદાણાની નિકાસ અમેરિકા, ચાઇના, યુરોપ સહિતના વિવિધ દેશોમાં મોટેપાયે કરાય છે. જેને કારણે સ્થાનિક માર્કેટમાં અછત સર્જાતા ભાવ વધ્યા છે. કોરોનાકાળ પછી સિંગદાણાના ફાયદા સંદર્ભે મીડિયામાં વાતો વહેતી થતા વિદેશમાં જાગૃતતા વધુ વધતા સિંગદાણાની માંગમાં ધરખમ વધારો નોંધાતા ભારતમાંથી નિકાસ વધી છે. તદુપરાંત ઇન્ટરનેશનલ માર્કેટની ગતિવિધી, ઇન્ડોનેશિયા-મલેશિયામાં એક્સપોર્ટ ડ્યુટી તા. ૩૧મી ઓકટોબર સુધી ન વધારવાનો નિર્ણય પણ કારણભૂત હોવાનું સમજાય છે.
તો વળી આજે સવારે એક સારા સમાચાર પણ આવ્યા હતા કે, રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે. રાજકોટમાં સીંગતેલના ભાવમાં માં બે દિવસમાં રૂ. ૪૦નો ઘટાડો થયો છે. ૧૫ દિવસમાં રૂ.૧૮૦ થી ૨૦૦ના વધારા બાદ સીંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. સિંગતેલનો નવો ડબ્બો રૂ. ૨૮૫૫ થી ૨૯૦૫માં વેંચાયો. સીંગતેલ સાથે કપાસિયા તેલના ભાવમાં પણ રૂ.૧૫નો ઘટાડો થયો. કપાસિયા તેલનો નવો ડબ્બો રૂ. ૨૪૫૦ થી ૨૫૦૦માં વેંચાયો. તહેવાર પૂર્ણ થતાં જ ખાદ્યતેલના ભાવમાં વધારો થયો હતો. ખાદ્યતેલની બજાર ખુલતા જ સોંગતેલનો ડબ્બો ૨૮૦૦ થી ૨૮૫૦ ના ભાવે પહોંચ્યો હતો. સીંગતેલના ડબ્બે ૧૦ રૂપિયાનો વધારો થયો હતો. પામોઇલના ભાવમાં તોતિંગ રૂ.૧૬૫નો વધારો નોંધાયો હતો. તહેવારમાં કમાઈ લેવા પામઓઈલના ભાવ સટોડીયાઓએ ઘટવા ન દીધા. પામોઇલના ડબ્બાના ભાવ ૧૯૨૦ -૧૯૨૫ ના ભાવે વેંચાયા.