શું તમે સચિન તેંડુલકર દ્વારા રોકાણ કરેલ કંપનીમાં પૈસા રોકશો? 20મી ડિસેમ્બરથી ખુલશે આ IPO

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Business News: શેર માર્કેટમાં રોકાણ કરતા હોય કે ન કરતા હોય કે ન કરતા હોય પરંતુ કોઈ પણ કંપનીનો IPO આવે એટલે તરત જ રોકાણ કરવાની ઇચ્છા થતી હોય છે. હવે, તેલંગાણાની કંપની આઝાદ એન્જિનિયરિંગનો IPO આવતા અઠવાડિયે 20મી ડિસેમ્બરે ખુલવા જઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે આ વર્ષે મે મહિનામાં આ કંપનીમાં રોકાણ કર્યું હતું.

આઝાદ એન્જિનિયરિંગ, ટર્બાઇન અને એરોસ્પેસ ભાગો ઉત્પાદક, એરોસ્પેસ અને સંરક્ષણ, ઉર્જા, તેલ અને ગેસ ઉદ્યોગોને તેના ઉત્પાદનો સપ્લાય કરે છે. કંપનીના ગ્રાહકોની યાદીમાં જનરલ ઇલેક્ટ્રિક, હનીવેલ ઇન્ટરનેશનલ ઇન્ક., મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝ લિ., સિમેન્સ એનર્જી, ઇટોન એરોસ્પેસ અને મેન એનર્જી સોલ્યુશન્સ SEનો સમાવેશ થાય છે. IPO માટે પ્રાઈસ બેન્ડ રૂ. 499 થી રૂ. 524 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.

આઝાદ એન્જિનિયરિંગનો IPO 20મી ડિસેમ્બરે ખુલશે અને 22મી ડિસેમ્બરે બંધ થશે. એન્કર રોકાણકારો 19 ડિસેમ્બરે બિડ કરી શકે છે. IPOમાં રૂ. 740 કરોડના નવા શેર જારી કરવામાં આવશે અને પ્રમોટરો પણ OFS મારફત શેર વેચશે. કંપનીના પબ્લિક ઈશ્યુમાં રૂ. 240 કરોડ સુધીના નવા શેર જારી કરવામાં આવશે. ઉપરાંત, OFS હેઠળ, પ્રમોટરો અને વર્તમાન રોકાણકારોના રૂ. 500 કરોડ સુધીના શેર વેચવામાં આવશે.

35 ટકા શેર રિટેલ રોકાણકારો માટે આરક્ષિત

આઝાદ એન્જિનિયરિંગના IPOમાં, 50 ટકા હિસ્સો લાયક સંસ્થાકીય ખરીદદારો માટે, 15 ટકા ઊંચી નેટવર્થ વ્યક્તિઓ માટે અને 35 ટકા રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યો છે. રોકાણકારો મિનિમમ 28 શેરમાં બિડ કરી શકે છે. કંપની તેના મૂડી ખર્ચને ફાઇનાન્સ કરવા, દેવું ચૂકવવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે નવા શેર દ્વારા એકત્ર કરવામાં આવેલા નાણાંનો ઉપયોગ કરશે.

ક્રિકેટર સચિને પૈસા રોક્યા

શિક્ષક બનવા માટે UGCએ જાહેર કરી ગાઈડલાઈન, શિક્ષકોએ બે મહત્વની પરીક્ષા કરવી પડશે પાસ, જાણો સમગ્ર વાત

મુંબઈ ઈન્ડિયન્સની મોટી જાહેરાત, IPL 2024 પહેલા હાર્દિક પંડ્યાને બનાવ્યો કેપ્ટન, રોહિત શર્માનું લેશે સ્થાન

ભારતીયોને મળશે વધુ એક દેશમાં વિઝા-ફી એન્ટ્રી, ઈરાને ભારત સાથે 33 દેશો માટે વિઝા માફ કરવાનો લીધો નિર્ણય

ક્રિકેટર સચિન તેંડુલકર પણ આઝાદ એન્જિનિયરિંગમાં હિસ્સો ધરાવે છે. માસ્ટર બ્લાસ્ટરે મે 2023માં જ આઝાદ એન્જિનિયરિંગમાં રોકાણ કર્યું હતું. જોકે, સચિને કંપનીમાં કેટલું રોકાણ કર્યું છે તે અંગે ન તો તેણે કે આઝાદ એન્જિનિયરિંગે ખુલાસો કર્યો છે. જ્યાં સુધી કંપનીની નાણાકીય સ્થિતિનો સંબંધ છે, નાણાકીય વર્ષ 2022-23માં આઝાદ એન્જિનિયરિંગની આવક 251.7 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019-20માં તે 124 કરોડ રૂપિયા હતો. જૂન 2023 સુધીમાં, આઝાદ એન્જિનિયરિંગ પર રૂ. 157.41 કરોડનું દેવું હતું.


Share this Article