Stock Market: શેર માર્કેટની દુનિયામાં એક પાઇપલાઇનની કંપનીના સ્ટૉક વિશે આજે તમને જણાવીશું જે કંપનીએ રોકાણકારોને મલ્ટી રિટર્ન આપ્યું છે. તમે પણ જો ઓછા રોકાણમાં તગડું રિટર્ન ઇચ્છતા હોય તો તમારા માટે Welspun Corp સ્ટૉક્સ એક સારો વિકલ્પ છે.
Welspun Corp સ્ટૉક્સે 1 વર્ષના સમયગાળામાં 150 ટકા સુધી જબરદસ્ત રિટર્ન આપ્યું છે. કંપનીના શેર 52-વીક હાઇ 579.40 રૂપિયા અને 52-વીક લૉ 177.85 રૂપિયા પર અટક્યો હતો. ગત્ત સોમવારે આ કંપનીના શેર 562.85 રૂપિયા સુધી પહોંચ્યો હતો. એવામાં આ શેરનું માર્કેટ કેપિટલાઇઝેશન 15,000 કરોડ રૂપિયા હતું.
બુધવારના દિવસે આ શેર 543.75 રૂપિયા પર અટક્યો હતો. ત્યારે માર્કેટ કેપ 14,319 પહોંચી હતી. ગયા વર્ષે જ આ કંપનીના સ્ટૉક્સમાં 150.25 ટકા તેજી જોવા મળી છે.
સૌથી છેલ્લે જણાવીએ તો હાલમાં જ આ કંપનીને ભારતની સાથે-સાથે અમેરિકામાં પણ મોટા સ્તર ઉપર ઑર્ડર મળ્યો છે. જે ઑર્ડર 15,000 કરોડના 150 KMT પાઇપ બનાવવાનો ઑર્ડર મળ્યો હોવાનું અનુમાન છે. Welspun Corp (વેલસ્પન કૉર્પ) વેલસ્પન ગ્રુપની કંપનીઓમાંની મુખ્ય કંપની છે. એક વાતનું ધ્યાન રાખજો કે, આ કંપનીના સ્ટૉક ખરીદતા પહેલા એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે.