રનવે પાસે મુસાફરો બેસી જવાના મામલામાં મોટી કાર્યવાહી, ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટ પર 2 કરોડથી વધુનો દંડ

Desk Editor
By Desk Editor
Share this Article

હાલમાં જ મુંબઈ એરપોર્ટનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ઈન્ડિગો પ્લેન પાસે બેસીને યાત્રીઓ ભોજન લેતા જોવા મળ્યા હતા. આના પર કડક પગલાં લેતા સરકારે ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટ પર ભારે દંડ ફટકાર્યો છે.મુંબઈ એરપોર્ટના ‘ટાર્મેક’ પર બેઠેલા મુસાફરો સામે સરકારે કડક કાર્યવાહી કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઈન્ડિગો પર 1.20 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે જ્યારે મુંબઈ એરપોર્ટ પર 60 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો વાયરલ થયો છે. મુંબઈ એરપોર્ટ પર ઈન્ડિગો પ્લેનની પાસે બેસીને યાત્રીઓ ભોજન ખાઈ રહ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ મામલાને ગંભીરતાથી લઈને બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીએ મુંબઈ એરપોર્ટ અને ઈન્ડિગોને કારણ બતાવો નોટિસ પાઠવી હતી. રવિવારે ગોવા-દિલ્હીની ફ્લાઈટને લાંબા વિલંબ અને પ્લેનના ડાયવર્ઝન બાદ મુંબઈમાં લેન્ડ કરવામાં આવી હતી. આ પછી યાત્રીઓ પ્લેનમાંથી બહાર આવીને ટાર્મેક પર બેસી ગયા અને ઘણા મુસાફરો ત્યાં બેસીને ભોજન લેતા પણ જોવા મળ્યા. DGCAએ એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટ પર 30-30 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. એવિએશન રેગ્યુલેટરે મુંબઈ એરપોર્ટ પર 30 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. આ રીતે મુંબઈ એરપોર્ટ પર કુલ 90 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

યાત્રીઓના બેસવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેને ગંભીરતાથી લીધો હતો. સોમવારે રાત્રે લગભગ 12.30 વાગ્યે તેમણે મંત્રાલયમાં અધિકારીઓ સાથે બેઠક કરી. મંગળવારે સવારે, BCAS એ IndiGo અને MIALને કારણ બતાવો નોટિસ જારી કરી. એવું કહેવામાં આવ્યું હતું કે ઇન્ડિગો અને મુંબઈ એરપોર્ટ બંને પરિસ્થિતિની અપેક્ષા રાખવામાં અને એરપોર્ટ પર મુસાફરો માટે યોગ્ય સુવિધાઓ બનાવવા માટે સક્રિય ન હતા.


Share this Article
TAGGED: