બુધવારે અદાણી જૂથની મોટાભાગની કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. અદાણી એન્ટરપ્રાઈઝ લગભગ 20% વધ્યો. કુલ સાત કંપનીઓના શેર મજબૂત બંધ રહ્યા હતા. આ સાથે ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિ $4.3 બિલિયન વધીને $64.9 બિલિયન પર પહોંચી ગઈ છે. અમીરોની યાદીમાં તે 17મા સ્થાને છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં ગ્રૂપ કંપનીઓના સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશનમાં આશરે રૂ. 70,000 કરોડનું નુકસાન થયું છે.
ગૌતમ અદાણીની સંપત્તિમાં $4.3 બિલિયનનો વધારો
અદાણી જૂથમાં સૌથી મોટા વિદેશી રોકાણકારો પૈકીના એક ફ્રાન્સની ટોટલ એનર્જીએ જણાવ્યું હતું કે તેણે તેના 50 અબજ ડોલરના હાઇડ્રોજન પ્રોજેક્ટમાં જૂથ સાથેની ભાગીદારી હાલ માટે સ્થગિત કરી દીધી છે. હિંડનબર્ગ રિસર્ચ દ્વારા જૂથ પર છેતરપિંડીનો આરોપ મૂક્યા પછી ટોટલ એનર્જીએ આ પગલું લીધુ છે.
અદાણી વિલ્મરના નફામાં 16 ટકાનો વધારો થયો છે
ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં અદાણી વિલ્મરનો કોન્સોલિડેટેડ નફો 16 ટકા વધીને રૂ. 246.16 કરોડ થયો છે. કુલ આવક રૂ. 14,398.08 કરોડથી વધીને રૂ. 15,515 કરોડ થઈ છે. આ સાથે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (અદાણી પોર્ટ્સ અને SEZ)ના સીઈઓ કરણ અદાણીએ રેકોર્ડેડ વિડિયો સંદેશ દ્વારા જણાવ્યું હતું કે અમે માર્ચ 2024 સુધીમાં લગભગ 5000 કરોડની લોન ચૂકવી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમે પ્રીપેમેન્ટ માટે પ્લાન તૈયાર કરી રહ્યા છીએ. કંપનીના ડાયરેક્ટર અને સીઈઓ કરણ અદાણીએ મંગળવારે આ વીડિયો સંદેશ જાહેર કર્યો હતો.
તુર્કીમાં ભૂકંપથી મૃતકોની સંખ્યામાં સતત વધારો, 11 હજારથી વધુ લોકોના થયા મોત, 40,000થી વધુ લોકો ઘાયલ
આ સાથે કહેવાયુ છે કે અમે દેવાનો બોજ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. લોનની પૂર્વ ચુકવણી ઉપરાંત અમે નાણાકીય વર્ષ 2024 દરમિયાન અદાણી પોર્ટ્સ કેપિટલ એક્સપેન્ડિચર તરીકે રૂ. 4000-5000 કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. નોંધપાત્ર વાત એ છે કે કરણ અદાણીએ આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે હિંડનબર્ગ રિપોર્ટને કારણે કંપનીને ભારે નાણાકીય નુકસાન થયું છે. હિંડનબર્ગના અહેવાલને કારણે અદાણીના શેરનું ભારે વેચાણ થયું હતું. એટલું જ નહીં, કંપનીએ તેનો 20,000 કરોડ રૂપિયાનો FPO પાછો ખેંચવો પડ્યો. જોકે અદાણીના શેર મંગળવારે પરત ફર્યા હતા.