ઘરનું ઘર ખરીદવા માંગતા લોકો માટે એક ખરાબ સમાચાર છે. યુક્રેન યુદ્ધના કારણે તમામ રો મટિરિયલનો ભાવ વધી ગયો હોવાથી અને સિમેન્ટ-સ્ટીલ કંપનીઓની કાર્ટેલના કારણે બિલ્ડર્સે મકાનોના ભાવમાં તગડો વધારો ઝીંકી દીધો છે. નવા મકાનોના ભાવમાં ત્રણથી ૧૦ લાખ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. બિલ્ડર્સનું કહેવું છે કે તમામ કાચી સામગ્રી મોંઘી થઈ હોવાથી તેમની પાસે ભાવ વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી.
રિયલ્ટી ડેવલપર્સના સંગઠન Creadiએ RERAમાં રજિસ્ટર થયેલા બુકિંગ માટે ભાવ વધારવા માટે કેન્દ્ર સરકારની મદદ માંગવાનો ર્નિણય લીધો છે. જે મકાનો બુક થઈ ગયા છે, પરંતુ બાંધકામ પૂર્ણ નથી થયું તેવા મકાનોના ભાવ વધારવા માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે રો મટિરિયલના ભાવ વધવાથી બાંધકામનો ખર્ચ વધી ગયો છે. Creadi અમદાવાદના પ્રેસિડન્ટ તેજસ જાેશીએ જણાવ્યું કે, “રો મટિરિયલના ભાવમાં જે વધારો થયો છે તે ખરેખર અસહ્ય છે.
સિમેન્ટ અને સ્ટીલ ઉત્પાદક કંપનીઓ કોઈ પણ કારણ વગર ભાવ વધારી દે છે. તેમણે કાર્ટેલ રચી છે. તેના કારણે કન્સ્ટ્રક્શન ઉદ્યોગને ફટકો પડ્યો છે. અમે બીજી એપ્રિલથી પ્રોપર્ટીના ભાવમાં ચોરસ ફૂટ દીઠ ૩૦૦થી ૫૦૦ રૂપિયાનો વધારો કરવાનો ર્નિણય લીધો છે. તેમણે કહ્યું કે એસોસિયેશન આ અંગે કેન્દ્ર સરકાર અને રેરા ઓથોરિટીને ફરિયાદ કરશે અને ભાવ વધારવા દેવાની માંગણી કરશે. જે પ્રોજેક્ટ અધુરા છે તેમાં વેરિયેશનની રકમ વધારવા મંજુરી મળવી જાેઈએ.
ભૂતકાળમાં સિમેન્ટ કંપનીઓને કાર્ટેલ રચવા બદલ પેનલ્ટી કરવામાં આવી હતી છતાં તેઓ પોતાની ભૂલમાંથી શીખી નથી અને ભાવ વધારી દીધા છે. તેમણે એમ પણ કહ્યું કે લોકડાઉન વખતે શહેરોમાં મજૂરોની અછત હતી. આ ઉપરાંત રો મટિરિયલનો સપ્લાય પણ ખોરવાઈ ગયો હતો. તેના કારણે બાંધકામ ઘટી ગયું અને મોટા ભાગના તૈયાર મકાનો વેચાઈ ગયા હતા.
ડેવલપર્સના જણાવ્યા પ્રમાણે સ્ટીલ અને સિમેન્ટ ઉપરાંત છઝ્રઝ્ર બ્લોક્સ, ડીઝલ, રેતી, પ્લાય શીટ, ફ્લાયએશ બ્રિક્સ, એલ્યુમિનિયમ હાર્ડવેર અને બીજી રો મટિરિયલના ભાવમાં પણ ભારે વધારો થયો છે. સ્ટીલનો ભાવ ૮૦,૦૦૦ પ્રતિ ટન થયો છે જ્યારે સિમેન્ટની એક બેગનો ભાવ રૂ. ૪૮૬ ચાલે છે. ઓક્ટોબરમાં સિમેન્ટનો ભાવ થેલી દીઠ રૂ. ૩૯૦ હતો જ્યારે સ્ટીલનો ભાવ રૂ. ૫૬,૯૦૦ પ્રતિ ટન હતો.