સમાન્ય જનતા નહીં પણ આ લોકોએ દબાવી રાખી હતી સૌથી વધુ 2000 રૂપિયાની નોટો, બંધ થતાં જ ધડાધડ બહાર આવી ગઈ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

2000 Currency Notes : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ 2000 રૂપિયાની નોટ બંધ કરી દીધી છે. કેન્દ્રીય બેંકે 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પરત લેવાની જાહેરાત કરી હતી. જે બાદ લોકો બેંકમાં નોટ જમા કરાવવા લાગ્યા છે. 2,000 રૂપિયાની મોટાભાગની ચલણી નોટો હવે બેંકોમાં પરત ફરી ચૂકી છે. બજારમાં જારી કરવામાં આવેલી કુલ નોટોમાંથી 88 ટકા નોટો બેંકોમાં પાછી આવી ગઈ છે. ખાસ વાત એ છે કે સામાન્ય માણસને બદલે ઉદ્યોગપતિઓએ 2000 રૂપિયાની વધુ નોટો જમા કરાવી અને બદલી આપી છે.

 

મનીકંટ્રોલના રિપોર્ટ અનુસાર આ વર્ષે 19 મેના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ (Reserve Bank of India) 2000 રૂપિયાની ચલણી નોટોને પરત લેવાની જાહેરાત કરી હતી. બેંકોને મળતી કુલ 2,000 રૂપિયાની નોટોમાંથી 87 ટકા નોટો થાપણો દ્વારા આવી હતી, જ્યારે 13 ટકા નોટો એક્સચેન્જ દ્વારા આવી હતી. દેશની સૌથી મોટી બેંક એસબીઆઈને સૌથી વધુ 2000 રૂપિયાની નોટ મળી છે. એસબીઆઇમાં 14,000 કરોડ રૂપિયાની નોટ જમા થઇ છે.

 

58% વેપારીઓએ જમા કરાવી નોટો

ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) એ 2,000 રૂપિયાની 3,589 કરોડ રૂપિયાની નોટો જમા કરાવી છે અથવા બદલી છે. આઈઓબીના એમડી અને સીઈઓ જયઅ શ્રીવાસ્તવે જણાવ્યું કે 40 ટકા નોટ બિઝનેસમાંથી આવી છે. આમાં નાના વેપારીઓનો હિસ્સો વધારે છે. આ જ રીતે યુકો બેંકે કહ્યું છે કે તેને 31 જુલાઈ સુધીમાં 2000 રૂપિયાની 3,471 કરોડ રૂપિયાની નોટ મળી છે. “અમને 2,000 રૂપિયાની નોટોમાંથી 42 ટકા સામાન્ય માણસ પાસેથી મળી છે, જ્યારે 58 ટકા વેપારીઓએ તેને જમા કરાવી છે અથવા બદલી છે.

 

ઋષિ સુનક પહોંચ્યા મોરારી બાપુની કથામાં, જય સિયારામના નારા લગાવી ભક્તિમાં તરબોળ થયાં, બાપુએ વટ પાડી દીધો, જુઓ તસવીરો

ભારત પાકિસ્તાનના મેચને લઈ લોકોમા અનોખો રોમાન્સ, અમદાવાદની બધી હોટેલ અત્યારથી જ બુક, લાખો રૂપિયા રૂમનું ભાડું

વરસાદને લઈ હવામાન વિભાગની ફિક્કી આગાહી, પરંતુ અંબાલાલ પટેલે કહ્યું – વરસાદ આવશે, બધા ધીરજ રાખો….

 

સિટી યુનિયન બેંકમાં 2,000 રૂપિયાની નોટોના 380 કરોડ રૂપિયા જમા થયા છે અથવા બદલી નાખવામાં આવ્યા છે. બેંકના એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે બેંકને 2000 રૂપિયાની નોટોમાંથી લગભગ 90 ટકા રકમ બિઝનેસ પાસેથી મળી છે. અન્ય સરકારી બેન્કના એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે 2,000 રૂપિયાની મોટાભાગની નોટો ઉદ્યોગપતિઓએ જમા કરાવી હતી.

 


Share this Article
TAGGED: , ,