Bussiness News: 22 જાન્યુઆરીએ રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશભરમાં દિવાળી જેવા માહોલ સર્જાશે. આ માટે લોકોએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે આવી સ્થિતિમાં દેશની રાજધાની દિલ્હીમાં દીવાઓની અચાનક માંગ વધી છે. પરિસ્થિતિ કઇક એવી સર્જાઇ છે કે, કારીગરો માટે ઑર્ડર પૂરો કરવો એક પડકાર છે.
દિવસ-રાત કારીગરોની મહેનત
માર્કેટમાં છેલ્લા 1 મહીનાથી દીવાઓના ઑર્ડર મળવા લાગ્યા છે. કારીગરોને સપને સુદ્ધા પણ ખ્યાલ ન હતો આટલી મોટી સંખ્યામાં ઑર્ડર મળશે. જેના લીધે દીવાની અછત સર્જાઇ હોવાનું કહેવાય છે. તેમ છતા પણ દીવા બનાવનારા કારીગરો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે.
બમણા થયા દીવાના ભાવ
જેમ-જેમ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ-તેમ દીવાઓનો ભાવ આસમાને પહોંચી રહ્યો છે. આજની તારીખે દીવાના બમણા ભાવ થઇ ગયા છે છતા પણ રાજધાનીમાં દીવાની ડિમાન્ડ અધૂરી રહે છે.
અત્યારથી થઇ રહ્યું છે બુકિંગ
VGGS2024: ઈસરોએ મોટી કરી જાહેરાત, 2040 સુધીમાં લોન્ચ કરશે પોતાનું સ્પેસ સ્ટેશન
VGGS2024: ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં NDB-ન્યૂ ડેવલપમેન્ટ બેંક 500 મિલિયન ડોલર લોન આપશે
પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દીવા પ્રગટાવવા માટે વેપારી સંગઠનો, રાજકીય પક્ષો અને રામલીલા જેવી સમિતિઓ દીવા માટે અત્યારથી જ ઑર્ડર બુક કરી રહી છે. આ ઉપરાંત લોકોને પણ તેઓના ઘરે અનુકૂળતા મુજબ દીવા પ્રગટાવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. જેના કારણે દીવાઓનું માર્કેટ ખૂભ ઉંચું ગયું છે અને દીવાની અછત સર્જાઇ છે.