એલોન મસ્કને બે દિવસમાં 22 બિલિયન ડોલરનું નુકસાન, અંબાણી-અદાણીને પણ સહન ના થાય એટલી મોટી ખોટ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

વિશ્વના સૌથી મોટા ધનિક એલોન મસ્કની (Elon Musk) નેટવર્થમાં (net worth) ઘટાડો સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે પણ ચાલુ રહ્યો હતો. ગુરુવારે તેમની નેટવર્થમાં 16.1 અબજ ડોલરનો જંગી ઘટાડો થયો હતો, જ્યારે શુક્રવારે તેમને 5.81 અબજ ડોલરનું નુકસાન થયું હતું. આ રીતે તેમની નેટવર્થમાં બે દિવસમાં લગભગ 22 અબજ ડોલરનો ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ (Bloomberg Billionaire Index) અનુસાર મસ્કની નેટવર્થ હવે 204 અબજ ડોલર થઇ ગઇ છે.

 

 

ટેસ્લાના શેરમાં ઘટાડાને કારણે મસ્કની નેટવર્થમાં ઘટાડો થયો છે. આ કંપનીના શેરમાં બે દિવસમાં લગભગ 13 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાનો ચોખ્ખો નફો ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં 44 ટકા ઘટ્યો છે. પરિણામ જાહેર થયા બાદથી તેના શેરમાં ઘટાડો થઈ રહ્યો છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, શુક્રવારે વિશ્વના તમામ ટોચના 10 ધનિક લોકોની નેટવર્થમાં ઘટાડો થયો છે. વિશ્વના બીજા ક્રમના સૌથી ધનાઢ્ય વ્યક્તિ ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થમાં 2.07 અબજ ડોલરનો ઘટાડો થયો છે. તેમની કુલ સંપત્તિ હવે 153 અબજ ડોલર થઈ ગઈ છે.

 

 

એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસને 3.30 અબજ ડોલરનું નુકસાન થયું છે અને હવે તેમના ખાતામાં 149 અબજ ડોલર છે. આ સાથે બિલ ગેટ્સ, લેરી પેજ, લેરી પેજ, લેરી એલિસન, સર્ગેઇ બ્રિન, સ્ટીવ બાલ્મર, વોરેન બફેટ અને માર્ક ઝુકરબર્ગની નેટવર્થમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. લેરી એલિસનને સૌથી વધુ 6.01 અબજ ડોલરનું નુકસાન થયું હતું.

અંબાણી-અદાણીની હાલત

આ દરમિયાન શુક્રવારે ભારત અને એશિયાના સૌથી મોટા અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની નેટવર્થમાં પણ ઘટાડો થયો હતો. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર અંબાણીની નેટવર્થ 11.9 મિલિયન ડોલર ઘટીને 85.8 અબજ ડોલર થઇ ગઇ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અંબાણી વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં 11મા નંબર પર છે.

 

આવી રહ્યું છે તેજ વાવાઝોડું…. 21 તારીખથી તબાહી મચાવતું રૂપ ધારણ કરશે, જાણો હવામાન વિભાગની આગાહી

અચાનક ખાતામાં 1000 રૂપિયા આવે તો ચેતજો ગુજરાતીઓ! છોકરીનો કોલ આવશે અને કહેશે કે મારા પૈસા આપી દો, પછી…

આવી રહ્યું છે તેજ વાવાઝોડું…. 21 તારીખથી તબાહી મચાવતું રૂપ ધારણ કરશે, જાણો હવામાન વિભાગની આગાહી

 

આ વર્ષે તેમની નેટવર્થમાં 1.29 અબજ ડોલરનો ઘટાડો થયો છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થ 21.1 કરોડ ડોલર ઘટીને 61 અબજ ડોલર થઈ ગઈ છે. આ વર્ષે તેમની નેટવર્થમાં રેકોર્ડ 59.5 અબજ ડોલરનો ઘટાડો થયો છે. વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં તેમને 20મું સ્થાન મળ્યું છે.


Share this Article
TAGGED: