Elon Musk Net worth : દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કની નેટવર્થમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. બુધવારે મસ્કની નેટવર્થમાં ભારે ઘટાડો નોંધાયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ, બુધવારે માત્ર એક જ દિવસમાં એલન મસ્કની નેટવર્થ 28.4 અબજ ડોલર ઘટી ગઈ. રૂપિયામાં જોઈએ તો આ રકમ લગભગ 2,41,700 કરોડ રૂપિયા બેસે છે. ટેસ્લા, સ્પેસએક્સ અને એક્સના માલિક એલન મસ્કની નેટવર્થમાં આવેલા આ ઘટાડાનું મુખ્ય કારણ ટેસ્લાનો શેર ઘટવું છે. બુધવારે ટેસ્લાનો શેર 8.28 ટકા ઘટીને 440.13 ડોલર પર આવી ગયો.
મસ્કની નેટવર્થમાં 1 દિવસમાં જેટલો ઘટાડો થયો છે, તેટલી સંપત્તિ સારા-સારા અબજોપતિઓ પાસે હોતી નથી. આ ઘટાડા બાદ એલન મસ્કની નેટવર્થ ઘટીને 458 અબજ ડોલર રહી ગઈ છે. આ વર્ષે તેમની નેટવર્થમાં કુલ 229 અબજ ડોલરનો વધારો થયો છે. દુનિયાના બીજા સૌથી ધનિક અબજોપતિ એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ છે, જેમની કુલ સંપત્તિ 240 અબજ રૂપિયા છે.
મુકેશ અંબાણીની નેટવર્થ
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્ષ મુજબ, બુધવારે દુનિયાના ટોપ-૧૬ સૌથી ધનિક લોકોમાંથી બધાની નેટવર્થ ઘટી છે. ૧૭માં સ્થાને મુકેશ અંબાણી છે, જેમની નેટવર્થમાં વધારો થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની નેટવર્થમાં બુધવારે ૭૨.૫ મિલિયન ડોલરનો વધારો થયો. આથી તેમની નેટવર્થ વધીને ૯૪.૭ અબજ ડોલર થઈ ગઈ છે. આ વર્ષે અત્યાર સુધીમાં અંબાણીની નેટવર્થમાં ૧.૬૭ અબજ ડોલરનો ઘટાડો આવી ચૂક્યો છે.
Sunita Williams: સુનિતા વિલિયમ્સની પૃથ્વી વાપસી અંગે નાસાએ કર્યો ચોંકાવનારો ખુલાસો
શનિ-બુધ 30 વર્ષ પછી જાન્યુઆરી 2025માં બનાવશે આ યોગ, 3 રાશિઓ માટે નવા વર્ષની થશે શાનદાર શરૂઆત
Mobikwik અને Vishal Mega Mart… બંને IPOએ માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી કરી, રોકાણકારો છે સમૃદ્ધ!
ગૌતમ અડાણીની નેટવર્થ
અડાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અડાણી હાલમાં દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં 19મા સ્થાને છે. તેમની નેટવર્થમાં બુધવારે 1.52 અબજ ડોલરનો ઘટાડો થયો. આથી અડાણીની નેટવર્થ 78.3 અબજ ડોલર રહી ગઈ છે. ગૌતમ અડાણીની નેટવર્થમાં આ વર્ષે અત્યાર સુધીમાં 5.95 અબજ ડોલરનો ઘટાડો થઈ ચૂક્યો છે.