આઈસીઆઈસીઆઈ બેંકે આજે જાહેરાત કરી હતી કે તેણે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) મેન્ડેટ દ્વારા ફાસ્ટેગ ઓટો રિચાર્જને સક્ષમ કર્યું છે. આ સુવિધા વપરાશકર્તાઓને તેમના ફાસ્ટેગને સંપૂર્ણપણે ડિજિટલ રીતે પૂર્વ-નિર્ધારિત ફ્રિકવન્સી મુજબ આપમેળે રિચાર્જ કરવાનો વધુ એક વિકલ્પ આપે છે. તે વપરાશકર્તાઓને ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ લેનમાંથી સરળ રીતે પસાર થવામાં મદદ કરે છે અને તેમના ખાતામાં પૂરતું ભંડોળ ન હોવાની અસુવિધા દૂર કરે છે.
વપરાશકર્તાઓ એક જ વખતની ઝડપી અને સરળ પ્રક્રિયા દ્વારા યુપીઆઈ મેન્ડેટ દ્વારા સ્થાયી સૂચનાઓ સેટ કરી શકે છે. તેઓ તેમના પસંદ કરેલા ફ્રિક્વન્સી વિકલ્પો- દૈનિક, સાપ્તાહિક, માસિક અને ત્રિમાસિક સાથે વાહન પર લગાવેલા ફાસ્ટેગ અથવા ફાસ્ટેગ વોલેટ રિચાર્જ કરવા માટે સુવિધાનો ઉપયોગ કરી શકે છે. તેઓ તેમની અનુકૂળતા મુજબ ઓટો રિચાર્જ સુવિધાને એક્ટિવેટ અને ડિએક્ટિવેટ કરી શકે છે.
આ પહેલ અંગે આઈસીઆઈસીઆઈ બેંકના હેડ-ક્રેડિટ કાર્ડ્સ, પેમેન્ટ સોલ્યુશન્સ અને મર્ચન્ટ ઇકોસિસ્ટમ શ્રી સુદિપ્તા રોયે જણાવ્યું હતું કે “અમને ફાસ્ટેગ માટે યુપીઆઈ મેન્ડેટ દ્વારા ઓટો રિચાર્જ સુવિધા રજૂ કરવામાં આનંદ થાય છે. આઈસીઆઈસીઆઈ બેંક આ સુવિધા આપનારી પ્રથમ બેંક છે. ટોલ ફી માટે વાહનોમાં ફાસ્ટેગ સ્થાપિત કરવાની સરકારની પહેલ અને યુપીઆઈ ચૂકવણીને અપનાવવાથી, અમે માનીએ છીએ કે યુપીઆઈ મેન્ડેટનો ઉપયોગ કરીને ઓટો રિચાર્જ સુવિધા વપરાશકર્તાઓને વધુ સુવિધા આપશે.”
વપરાશકર્તાઓ યુપીઆઈ મેન્ડેટ સેટ-અપ કરી શકે છે અને ફાસ્ટેગને આપમેળે થોડા સરળ પગલાંઓ સાથે રિચાર્જ કરી શકે છે:
• આઈસીઆઈસીઆઈ બેંક ફાસ્ટેગ કસ્ટમર પોર્ટલ પર લોગિન કરો
• https://fastaglogin.icicibank.com/CUSTLOGIN/Default.aspx
• ટોપ મેનૂમાંથી ‘Payments’ > Standing Instructions for UPI’ પસંદ કરો
• ‘યુપીઆઈ દ્વારા સ્ટેન્ડિંગ ઈન્સ્ટ્રક્શન્સ’ સેટ કરવા માટે ‘Payment Frequency’, ‘Virtual Payment Address (VPA)’, ‘ Top -up Amount’ અને ‘Start Date’ જેવી વિગતો દાખલ કરો.
• ઓથોરાઈઝેશન રિક્વેસ્ટ સ્વીકારવા માટે મોબાઇલ બેંકિંગ એપ્લિકેશનમાં યુપીઆઈ મેન્ડેટ સેક્શન પર જાઓ
• રકમ કપાતના 24 કલાક પહેલા મોબાઇલ બેંકિંગ એપમાંથી મોકલેલ પ્રી-ડેબિટ સૂચના સ્વીકારો
• યુપીઆઈ મેન્ડેટ ટ્રિગર થશે અને નિર્ધારિત તારીખે કોઈપણ બેંકમાં ગ્રાહકના ખાતામાંથી રકમ કાપવામાં આવશે
સોના ચાંદીનો ભાવ સૌથી હાઈ રેકોર્ડ પર, ભાવમાં તોતિંગ વધારો થતાં લોકોની બૂમ પડી ગઈ, જાણો નવો ભાવ
ગુજરાતીઓ માટે સારા સમાચાર, આ તારીખથી માવઠું બંધ થઈ જશે, ખેડૂતો માટે સૌથી મોટી રાહત
કોણે કીધું અદાણી પાસે પૈસા નથી, ખરીદી આટલી મોંઘીદાટ નવી નકોર કાર, આપણે તો આજીવન બેઠા બેઠા ખાઈ લઈએ
આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહકો બેંકની ડિજિટલ ચેનલો જેમ કે ઇન્ટરનેટ બેંકિંગ, iMobile Pay એપ, InstaBIZ એપ, Pockets એપનો ઉપયોગ કરીને અથવા નજીકની શાખાની મુલાકાત લઈને ફાસ્ટેગનો લાભ લઈ શકે છે. અન્ય બેંકોના ગ્રાહકો પણ બેંકની વેબસાઇટ (www.icicibank.com/fastag), ટોલ પ્લાઝા પર આઈસીઆઈસીઆઈ બેંક ફાસ્ટેગ સેલ્સ ઓફિસની મુલાકાત લઈને આઈસીઆઈસીઆઈ બેંકમાંથી ફાસ્ટેગ ખરીદી શકે છે. યુઝર્સ UPI અને NEFT પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ફાસ્ટેગ ઓનલાઈન પૈસા રિલોડ કરી શકે છે.