હવે ઓક્ટોબર મહિનો પૂરો થવામાં ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવતા મહિનાની પહેલી તારીખ એટલે કે 1લી નવેમ્બરથી સામાન્ય માણસ સાથે જોડાયેલી ઘણી બાબતોમાં ફેરફાર થવાના છે. જેમાં એલપીજીના ભાવથી લઈને મ્યુચ્યુઅલ ફંડ સુધીના નિયમોનો સમાવેશ થાય છે. વાસ્તવમાં દર મહિનાની પ્રથમ તારીખે ઘણા ફેરફારો થાય છે. સરકારી અને બિનસરકારી કંપનીઓ પણ તેમના નિયમોમાં ફેરફાર કરે છે. સામાન્ય માણસ માટે આ નિયમોથી વાકેફ રહેવું જરૂરી છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે.
એલપીજી સિલિન્ડરની કિંમત
સામાન્ય રીતે દર મહિનાની પહેલી તારીખે સરકાર એલપીજીના ભાવમાં ફેરફાર કરે છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને એલપીજીના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં આ વખતે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફારની આશા છે. ઓક્ટોબરમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો, જ્યારે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ વખતે 14 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની આશા છે.
મ્યુચ્યુઅલ ફંડમાં ઇનસાઇડર ટ્રેડિંગ રોકવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવશે
જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો અથવા પૈસા રોકવાનું વિચારી રહ્યા છો, તો જાણો તેનાથી સંબંધિત એક નિયમ, જે 1 નવેમ્બરથી લાગુ થવા જઈ રહ્યો છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઈન્સાઈડર ટ્રેડિંગને રોકવા માટે નવા નિયમો જારી કર્યા છે. આ નિયમ 1 નવેમ્બરથી લાગુ થશે. સેબીએ ‘ઇનસાઇડર ટ્રેડિંગ’ નિયમો હેઠળ મ્યુચ્યુઅલ ફંડ એકમોનો સમાવેશ કર્યો છે, એટલે કે હવે તે જ નિયમો મ્યુચ્યુઅલ ફંડ એકમો પર લાગુ થશે જે અન્ય સિક્યોરિટીઝને લાગુ પડે છે.
SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર
SBI ક્રેડિટ કાર્ડ દ્વારા એક સ્ટેટમેન્ટ સાયકલમાં રૂ. 50,000 થી વધુના યુટિલિટી બિલની ચુકવણી પર 1% વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે. SBI એ શૌર્ય/ડિફેન્સ ક્રેડિટ કાર્ડ સિવાયના તમામ અસુરક્ષિત ક્રેડિટ કાર્ડના ફાઇનાન્સ ચાર્જીસમાં પણ ફેરફાર કર્યો છે. હવે SBI ના અસુરક્ષિત ક્રેડિટ કાર્ડ પર 3.75 ટકા ફાયનાન્સ ચાર્જ વસૂલવામાં આવશે. આ નિયમો 1 નવેમ્બર, 2024થી પણ લાગુ થશે.
કોલિંગના આ નિયમો 1 નવેમ્બરથી બદલાશે
1 નવેમ્બરથી મેસેજ ટ્રેસિબિલિટી લાગુ કરવામાં આવશે. સરકારે ટેલિકોમ કંપનીઓને મેસેજ ટ્રેસિબિલિટી લાગુ કરવા સૂચના આપી છે. મોબાઈલ પર આવતા મેસેજ ચેક કરી શકાય છે. આ સાથે, નકલી કૉલ્સ અને સ્પામને રોકવા માટે કેટલાક કીવર્ડ્સની ઓળખ કરવામાં આવશે.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
13 દિવસ બેંકોમાં રજા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નવેમ્બર માટે બેંક હોલીડે લિસ્ટ જાહેર કર્યું છે. આ હિસાબે નવેમ્બરમાં કુલ 13 દિવસની બેંક રજાઓ રહેશે.