હિંડનબર્ગથી ફરક ન પડે ગુજરાતીને… મસ્ક જેટલું કમાઈ છે તેટલું તો ખાલી અદાણી ગુમાવે છે! જાણો અદાણીની સંપતિ?

Desk Editor
By Desk Editor
Share this Article

Business News: નવા વર્ષમાં શેરબજાર રેકોર્ડ સ્તરે પહોંચતા ગૌતમ અદાણીને પણ ફાયદો થઈ રહ્યો છે. આજે એટલે કે 10 જાન્યુઆરીએ દુનિયાભરના અબજોપતિઓની યાદીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ભલે એલોન મસ્ક અમીરોની યાદીમાં નંબર વન પર યથાવત છે. પરંતુ આ સમયગાળા દરમિયાન ગૌતમ અદાણીની સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો છે.

અદાણીની સંપત્તિમાં આ વધારો હિંડનબર્ગ કેસ પર 3 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય બાદ થયો છે. વર્ષ 2023માં એલોન મસ્કે સૌથી વધુ કમાણી કરી હતી. પરંતુ છેલ્લા 10 દિવસમાં તેણે મોટી રકમ ગુમાવી છે.

ગૌતમ અદાણીએ સૌથી વધુ કમાણી કરી

તેનાથી વિપરીત, 2023માં સૌથી વધુ રકમ ગુમાવનાર ગૌતમ અદાણીએ સૌથી વધુ કમાણી કરી છે. જો આ વર્ષે દુનિયાના ટોચના 15 અમીર લોકોની વાત કરીએ તો તેમાંથી 9 લોકોએ જંગી રકમ ગુમાવી છે.

ટોપ 5ની યાદીમાં દરેકને નુકસાન થયું છે. જોકે એશિયાના બે સૌથી ધનિક વ્યક્તિઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને ફાયદો થયો છે. આનો સૌથી વધુ ફાયદો અદાણીને થયો છે. આ 10 દિવસમાં ગૌતમ અદાણીએ સંપત્તિના મામલે ફરી એકવાર મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે. પરંતુ હવે ફરી અંબાણી તેમનાથી આગળ છે.

મુકેશ અંબાણીને 275 મિલિયન ડોલરનો નફો

વર્ષ 2024ના પ્રથમ દસ દિવસમાં મુકેશ અંબાણીએ 275 મિલિયન ડોલરનો નફો કર્યો છે અને તેમની કુલ સંપત્તિ 96.6 અબજ ડોલર છે. તે અબજોપતિઓની યાદીમાં 12મા નંબરે છે. આ પછી ફ્રાન્કોઈસ બેટનકોર્ટ માયર્સ 13માં નંબર પર છે. તે વિશ્વની સૌથી વધુ સંપત્તિ ધરાવતી મહિલા છે. તેના પછી ગૌતમ અદાણી 14મા નંબરે છે.

તેમની કુલ સંપત્તિ 95 અબજ ડોલર છે. છેલ્લા 10 દિવસમાં જ તેમની સંપત્તિમાં $10.8 બિલિયનનો વધારો થયો છે. જ્યારે આ 10 દિવસમાં ઈલોન મસ્કને 11.5 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. મંગળવારે જ એલોન મસ્કની સંપત્તિમાં $3.93 બિલિયનનો ઘટાડો થયો હતો. પરંતુ તે 218 અબજ ડોલરની સંપત્તિ સાથે પ્રથમ સ્થાને છે.

“ફોનથી લઈને કાર સુધી બધું સસ્તું…” ટાટા, અંબાણી, અદાણીએ કરી મોટી જાહેરાત, આ રીતે વધશે ભારતનું અર્થતંત્ર!

Samsungએ લોન્ચ કરી અનોખી ડિસ્પ્લે, ફ્લિપ ફોનની જેમ ખુલશે અને પછી… મજબૂતીમાં પણ અદભૂત, જાણો ફિચર્સ

Big Breaking: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં કોંગ્રેસ ભાગ લેશે નહીં, કહ્યું- આ ભાજપ અને RSSનો કાર્યક્રમ છે

તેમના પછી બીજા ક્રમે જેફ બેઝોસ છે, તેમની સંપત્તિ 176 બિલિયન ડોલર છે. બર્નાર્ડ આર્નોલ્ટ 165 અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે. માત્ર 10 દિવસમાં તેમની સંપત્તિમાં 14.2 અબજ ડોલરનો ઘટાડો થયો છે. બિલ ગેટ્સ ચોથા નંબર પર છે, તેમને 1.37 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. પાંચમા ક્રમે રહેલા સ્ટીવ બાલ્મરને $105 મિલિયનનું નુકસાન થયું છે.


Share this Article