Business News : રક્ષાબંધન સાથે તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે. ૧૯ સપ્ટેમ્બરે દેશભરમાં ગણેશ ચતુર્થીની (Ganesh Chaturthi) ઉજવણી કરવામાં આવશે. આ પછી દુર્ગાપૂજા અને દિવાળી આવશે. આ તહેવારો પર લોકો સોનાની (gold) ખરીદી ઉગ્રતાથી કરે છે. આવી સ્થિતિમાં, વધતી માંગને કારણે તહેવારોની મોસમમાં સોનાના ભાવમાં (gold price) વધારો થાય છે. જો તમે અત્યારે સોનું ખરીદો છો, તો ડિસેમ્બર સુધીમાં તમને સારું વળતર મળશે.
જાણકારોનું કહેવું છે કે છેલ્લા ચાર મહિનાથી સોનાના દરમાં ઘટાડો થયો છે. જેના કારણે દાગીના સસ્તા થયા છે. પરંતુ ગણેશ ચતુર્થી બાદ તહેવારની પીક સિઝન શરૂ થતા જ બજારમાં સોનાની માંગ વધશે. આવી સ્થિતિમાં સોનાના ભાવમાં ઉછાળો આવી શકે છે. કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયાના જણાવ્યા અનુસાર, મે મહિનાથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે સોનાની સ્પોટ કિંમતોમાં અત્યાર સુધી 2600 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે.
65 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે.
4 સપ્ટેમ્બરે દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 59,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ હતી. જ્યારે ચાર મહિના પહેલા તેનો રેટ 62 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો. આવી સ્થિતિમાં અજય કેડિયાનું કહેવુ છે કે જો તહેવારોની સિઝનમાં સોનાની માંગ વધશે તો ડિસેમ્બર સુધીમાં સોનાના ભાવમાં 10 ટકાનો ઉછાળો આવી શકે છે. આ પછી, સોનાની કિંમત 66000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે.
તમને 10 ટકા નફો થશે.
આવી સ્થિતિમાં, જો તમે હવે 59990 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે સોનું ખરીદો છો, તો ડિસેમ્બર સુધીમાં 3 મહિના પછી, તમને એક તોલા પર 6,100 રૂપિયાનો નફો મળી શકે છે. એટલે કે 3 મહિનામાં ખર્ચનો 10 ટકા નફો મેળવશો. જો તમે પણ સોનામાં મૂડી રોકાણ કરવા માંગો છો, તો અત્યારે તમારા માટે સોનેરી તક છે.
ગુજરાતમાં 900 થી વધુ પ્રાથમિક શાળાઓમાં માત્ર એક શિક્ષક, રાજ્ય વિધાનસભામાં આ માહિતી આપવામાં આવી
Weather Warfare શું છે? મોરોક્કોમાં ભૂકંપના કારણે હજારો લોકોના મોત, શું આ કાવતરું હતું, અકસ્માત પહેલા વિચિત્ર પ્રકાશે ઉભા કર્યા પ્રશ્નો
મહિલા પત્રકાર ટીવી પર લાઈવ હતી, પાછળથી એક યુવક આવ્યો અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવા લાગ્યો, વીડિયો થયો વાયરલ
સોનાની માંગ વધશે
અજય કેડિયાનું કહેવુ છે કે આવી સ્થિતિમાં ગણેશ ચતુર્થીથી તહેવારોની સિઝન શરૂ થાય છે. પરંતુ મોટાભાગના તહેવારો ઓક્ટોબર મહિનામાં આવે છે. દેશભરમાં દુર્ગાપૂજા, ધનતેરસ અને દિવાળી જેવા તહેવારો ઉજવવામાં આવે છે. ખાસ કરીને ધનતેરસના દિવસે દેશભરમાં લોકો ઘરેણા અને સોનાની ખરીદી કરે છે. આવી સ્થિતિમાં બજારમાં વધુ માગ હોય ત્યારે ભાવ વધે તે સ્વાભાવિક છે. આ ઉપરાંત વધતી મોંઘવારીના કારણે લોકો હેજ કોમોડિટીઝમાં વધુ રોકાણ કરશે, ત્યારબાદ સોનાની માગ વધશે.