Share Market: ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી જેવા સૂચકાંકોમાં 30 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન વિવિધ બિઝનેસ હાઉસને પણ ઘણો ફાયદો થયો છે…
છેલ્લા એક વર્ષ એટલે કે નાણાકીય વર્ષ 2023-24 સ્થાનિક બજાર માટે ઘણું સારું રહ્યું છે. વર્તમાન નાણાકીય વર્ષમાં ટ્રેડિંગના હવે માત્ર 3 દિવસ બાકી છે અને આ સમયગાળા દરમિયાન BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીમાં લગભગ 30-30 ટકાનો વધારો થયો છે.
હવે ચાલુ નાણાકીય વર્ષમાં માત્ર એક સપ્તાહ બાકી છે. આવતા અઠવાડિયે સોમવારે બજાર ખુલશે ત્યારે કેલેન્ડર પર તારીખ 1 એપ્રિલ હશે, જે નવા નાણાકીય વર્ષ 2024-25નો પ્રથમ દિવસ હશે. આગામી સપ્તાહ દરમિયાન સોમવારે હોળીની રજા છે, જ્યારે ગુડ ફ્રાઈડે નિમિત્તે શુક્રવારે બજાર બંધ રહેશે. તે પછી નાણાકીય વર્ષના અંતિમ બે દિવસ શનિવાર અને રવિવારે બજાર બંધ રહેશે.
વર્તમાન નાણાકીય વર્ષમાં મોટા કોર્પોરેટ જૂથોના મૂલ્યમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન મુકેશ અંબાણીની રિલાયન્સ ગ્રુપની કંપનીઓના માર્કેટ કેપમાં 37 ટકાનો વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં મહિન્દ્રા ગ્રૂપનો એમકેપ 38 ટકા વધ્યો છે, જ્યારે જિંદાલ ગ્રૂપનો એમકેપ 47 ટકા વધ્યો છે.
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
RBI એ શા માટે મોટો નિર્ણય લઈને રવિવારે પણ આખા દેશની બેંકો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો? જાણો મોટું કારણ
તેમનો એમકેપ અનુક્રમે રૂ. 4.06 લાખ કરોડ અને રૂ. 4.6 લાખ કરોડ થયો છે. L&T ગ્રુપનું એમકેપ 47 ટકા વધીને રૂ. 7.3 લાખ કરોડ, ટાટા ગ્રુપનું એમકેપ 47 ટકા વધીને રૂ. 30.2 લાખ કરોડ અને અદાણી ગ્રુપનું એમકેપ 58 ટકા વધીને રૂ. 13.3 લાખ કરોડ થયું છે. RPG ગ્રુપનો એમકેપ 70 ટકા વધીને રૂ. 42,683 કરોડ થયો છે. જ્યારે સંજીવ ગોએન્કા ગ્રુપનું એમકેપ સૌથી વધુ 71 ટકા વધીને રૂ. 45,358 કરોડ થયું છે.