Business News: રૉલ્સ રૉયસ કાર વિશે કોણ નથી જાણતું? દુનિયાની સૌથી મોંઘી કારમાંથી એક કાર આ કંપનીની પણ છે. પરંતુ અહીં કાર સિવાય એક બીજી વાત છે કે, શું તમે રૉલ્સ રૉયસ છત્રી વિશે જાણો છો?
કાર સાથે આવે છે છત્રી
રૉલ્સ રૉયસ છત્રીને રૉયલ્ટી સાથે રાખવામાં આવે છે. એટલા મોટાભાગે જે લોકો પાસે રૉલ્સ રૉયસ કાર હોય તેની પાસે આ છત્રી જોવા મળશે. આ છત્રી ગાડીની સાથે જ આવે છે. એટલે કે જો તમે રૉલ્સ રૉયસ કાર ખરીદો છો તો તેની સાથે જ છત્રી આવશે. છત્રીનો રંગ એવો જ હશે કે, જેવો રંગ રૉલ્સ રૉયસ કારનો હોય. જો તમે કાળા રંગની રૉલ્સ રૉયસ લો છો તો તેની સાથે કાળા રંગની છત્રી મળશે.
આ કોઇ સામાન્ય છત્રી નથી
તમને જણાવી દઇએ કે, આ છત્રી કોઇ સામાન્ય છત્રી નથી. એની ક્વોલિટી બાકીની છત્રી કરતા વધારે સારી હોય છે અને ખાસ પ્રકારના મટીરિયલનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. છત્રી ઉપર રૉલ્સ રૉયસ લખેલું હોય છે. સૌથી ખાસ વાત એ છે કે, તેને હાથો વડે ડિઝાઇન કરવામાં આવે છે. છત્રીને બનાવવા માટે કોઇ મશીનનો ઉપયોગ કરવામાં નથી આવતો.
કિંમત છે હજારો રૂપિયા…
તમારા ઘરના મંદિરમાં ‘રામ દરબાર’ છે? જો નથી તો આજે જ સજાવો, એક તસવીરથી થાય છે અકલ્પનીય લાભ!
છત્રીની કિંમતની વાત કરીએ તો તેની કિંમત 700 ડૉલર સુધીની છે. એટલે કે, ભારતીય મુદ્રા પ્રમાણે 50 હજાર જેટલી કિંમત થશે. એટલે આમ જોવા જઇએ તો જેટલી કિંમતમાં છત્રી આવશે એટલી કિંમતમાં તમે એક બાઇક ખરીદી શકો છો. જો કે, આ છત્રી તમારે પણ ખરીદીવી હશે તો ઑનલાઇન ચેક કરીને ખરીદી શકાય છે.