જ્યારથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે મખાનાને GI ટેગ આપ્યો છે ત્યારથી પૂર્ણિયા, સીમાંચલ અને મિથિલાંચલનુ ઉજળુ સોનુ મખાના વિદેશોમાં પણ ધૂમ મચાવી રહ્યુ છે. પૂર્ણિયાના સાહસિકો પણ આ તકનો લાભ લઈ રહ્યા છે. આવા જ એક યુવા ઉદ્યોગસાહસિકની કહાની સામે આવી છે જેણે કોરોનાના સમયગાળા દરમિયાન વિદેશમાં સારી નોકરી છોડીને માખાના માટે 2019માં પૂર્ણિયામાં સ્ટાર્ટઅપ સ્થાપ્યું અને માત્ર બે વર્ષમાં કંપની 30 કરોડના ટર્નઓવર સુધી પહોંચી ગઈ.
લીલી અને શ્વેતાંશુએ શરૂ કર્યુ ‘ઓર્ગેનિક સત્વ’ સ્ટાર્ટઅપ
પૂર્ણિયાની યુવા ઉદ્યોગસાહસિક લીલી અને તેના પતિ શ્વેતાંશુએ ‘ઓર્ગેનિક સત્વ’ નામના સ્ટાર્ટઅપ તરીકે મખાના બિઝનેસની શરૂઆત કરી. શ્વેતાંસુના કહેવા પ્રમાણે માત્ર 2 વર્ષમાં આ કંપની 30 કરોડના ટર્નઓવર સુધી પહોંચી ગઈ છે અને તેની સાથે જ અહીં લગભગ 600 લોકોને રોજગાર મળી રહ્યો છે. તેમજ આજે પૂર્ણિયાના ઓર્ગેનિક મખાનાનો સ્વાદ ઘણા દેશોમાં પહોંચી રહ્યો છે.
મખાનાને યુએસએ, સિંગાપોર, યુકેમાં મોકલવામાં આવે છે
લીલી ઝાએ જણાવ્યું કે મેનેજમેન્ટ કોર્સ કરતા પહેલા તે એક મોટી કંપનીમાં જનરલ મેનેજર હતી. તેનો પતિ શ્વેતાંશુ જર્મનીમાં આઈટી સેક્ટરમાં સારી નોકરી કરતો હતો. બંનેએ નોકરી છોડીને પૂર્ણિયામાં માખાની કંપનીનો પાયો નાખ્યો. તે અહીં લગભગ 11 ફ્લેવરમાં મખાના બનાવી રહી છે. આજે તેમના મખાનાને યુએસએ, સિંગાપોર, યુકે સહિત અનેક દેશોમાં મોકલવામાં આવે છે. ભારતમાં રિલાયન્સ, પતંજલિ સહિત ઘણી જાણીતી કંપનીઓ તેમની આ પ્રોડક્ટ ખરીદી રહી છે.
600 મહિલાઓ અને પુરુષોને રોજગાર આપી
તેમણે કહ્યું કે શરૂઆતથી જ તે કેટલાક એવા સ્ટાર્ટઅપ પર કામ કરવાની ઈચ્છા ધરાવે છે જે બિહારને ઓળખ આપે અને બિહારના લોકોને રોજગારી આપે. આજે તે પોતાની કંપનીમાં 600 મહિલાઓ અને પુરુષોને રોજગાર આપી રહી છે. બીજી તરફ લીલીના પાર્ટનર અમિતનું કહેવું છે કે તેણે લીલી અને તેના પતિ શ્વેતાંશુ સાથે મળીને ઓર્ગેનિક મખાનાનું કામ શરૂ કર્યું હતું. હવે બિહારના મખાનાને વિદેશમાં ઓળખવામાં આવી રહી છે.
બહારના લોકો બિહારની આ પ્રોડક્ટને ઓછી કિંમતે ખરીદતા
પહેલા કેટલાક બહારના લોકો બિહારની આ પ્રોડક્ટને ઓછી કિંમતે ખરીદતા હતા અને તેને બહાર ખૂબ સારા ભાવે વેચતા હતા. હવે અમે તેને અહીંથી ખરીદીએ છીએ, તેને આંતરરાષ્ટ્રીય ગુણવત્તામાં તૈયાર કરીએ છીએ અને તેને વિવિધ ફ્લેવરમાં પેક કરીએ છીએ અને મોટી કંપનીઓ સાથે વિદેશમાં સપ્લાય કરીએ છીએ જેના કારણે મખાનાના ખેડૂતો અને ધંધાર્થીઓને પણ સારો એવો નફો મળી રહ્યો છે. આ સાથે અહીંની પ્રોડક્ટને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ પણ મળી રહી છે.
આ દિવસે થશે દેવગુરુ ઉદય, ચમકશે આ રાશિઓનું નસીબ, જે કામ હાથમા લેશો તેમા મળશે સફળતા
ફરી એકવાર મોંઘવારીનો માર ગૃહણીઓ પર, સિંગતેલમા એક સાથે થયો આટલા રૂપિયા ભાવ વધારો
તે લોકોના પ્રયાસોને કારણે મખાના પર 5% GST લાગુ કરવામાં આવ્યો જેના કારણે બિહાર સરકાર હવે કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. બીજી તરફ માખાના ઉદ્યોગમાં કામ કરતી મહિલા સીતાના જણાવ્યા અનુસાર અહીં લગભગ 80 લોકો કામ કરે છે. તે ઘરે બેસીને દરરોજ 800થી 1000 રૂપિયા કમાય છે. તેમને અહીં સારી સુવિધા પણ આપવામાં આવી રહી છે અને સમયસર પૈસા પણ મળી રહ્યા છે. તેઓને માખાના ઉદ્યોગથી પણ ઘણો ફાયદો થઈ રહ્યો છે.