આવકવેરા વિભાગ ભારતમાં કર સંબંધિત કોઈપણ પ્રકારની ખલેલ માટે તત્પરતા સાથે કામ કરે છે. હવે આવકવેરા વિભાગ દ્વારા ઘણી બેંકો પર દરોડા પાડવામાં આવ્યા છે. આ સાથે કરોડો રૂપિયાની ગેરરીતિનો મામલો પણ સામે આવ્યો છે. આ અંગે આવકવેરા વિભાગ દ્વારા પણ પગલા લેવામાં આવ્યા છે.
આવકવેરા વિભાગે કર્ણાટકની કેટલીક સહકારી બેંકો પર ‘કાલ્પનિક’ ખર્ચ અને રૂ. 1,000 કરોડની કથિત નાણાકીય ગેરરીતિઓ શોધવા માટે દરોડા પાડ્યા હતા. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ મંગળવારે આ જાણકારી આપી. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવકવેરા વિભાગને શંકા હતી કે આ બેંકો “કર જવાબદારીઓ ટાળવા માટે તેમના ગ્રાહકોની વિવિધ વ્યવસાયિક સંસ્થાઓના ભંડોળને એવી રીતે ડાયવર્ટ કરી રહી છે”.
35 કરોડ લોકો માટે મોટા સમાચાર, ચૂંટણી પહેલા મોદી સરકારે આપી જબરદસ્ત ભેટ! જાણો તમારા ફાયદાની વાત
સેલિબ્રેશનની તૈયારી શરૂ કરો… પરિણિતી ચોપરા સાથે લગ્નની વાત પર રાઘવ ચઢ્ઢાએ આપી દીધું ગ્રીન સિગ્નલ
આ પછી 31મી માર્ચે આ બેંકોના 16 પરિસરમાં સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું. સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સર્ચ દરમિયાન 3.3 કરોડ રૂપિયાથી વધુની રોકડ અને 2 કરોડ રૂપિયાની જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. સીબીડીટી આવકવેરા વિભાગ માટે વહીવટી સંસ્થા છે. બોર્ડે જણાવ્યું હતું કે, “જપ્ત કરાયેલા પુરાવાઓ પરથી જાણવા મળ્યું છે કે આ સહકારી બેંકો વિવિધ વ્યવસાયિક સંસ્થાઓ દ્વારા વિવિધ કાલ્પનિક સંસ્થાઓના નામે જારી કરાયેલા બેરર ચેકને રોકડ કરવામાં સામેલ હતી.”આ વ્યવસાયિક સંસ્થાઓમાં કોન્ટ્રાક્ટરો, રિયલ એસ્ટેટ કંપનીઓ વગેરેનો સમાવેશ થાય છે અને આવા બેરર ચેકને રોકડ કરવામાં KYC ધોરણોનું પાલન કરવામાં આવ્યું ન હતું.