Share Market Falls : ભારતીય શેર બજારમાં આજે ૧૯ ડિસેમ્બરે સતત ચોથા દિવસે વેચવાલીનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. આજે શેર બજાર ખુલતાં જ ધડામ થઈ ગયું. બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 50 અને સેન્સેક્સમાં શરૂઆતી કારોબારમાં ભારે ઘટાડો જોવા મળ્યો. પ્રી-ઓપનિંગમાં BSEનો 30 શેરોવાળો સેન્સેક્સ 1100 પોઈન્ટ ઘટીને ખુલ્યો. આ સાથે નિફ્ટીમાં પણ ઝડપી ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઈ. અમેરિકી વ્યાજ દરોમાં ઘટાડાને કારણે ભારતીય શેર બજારમાં ઘટાડો આવ્યો છે.
સવારે 9.30 વાગ્યે, 30 શેરોવાળો BSE બેન્ચમાર્ક સેન્સેક્સ 1,010 પોઈન્ટ ઘટીને 79,171 પર જ્યારે NSE નિફ્ટી 302 પોઈન્ટ ઘટીને 23,895 પર ટ્રેડ કરી રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરીએ તો ગુરૂવારના કારોબારમાં લગભગ તમામ ઇન્ડેક્સ લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. જેમાં નિફ્ટી આઇટી 1.95 ટકા, નિફ્ટી મેટલ 1.89 ટકા અને નિફ્ટી પીએસયુ બેન્કમાં 1.80 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
અમેરિકી ફેડના વ્યાજદરમાં ઘટાડો કરવાના નિર્ણય બાદ અમેરિકી શેર બજારોમાં બુધવારે વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો, જેમાં એસએન્ડપી 500માં 2.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 1,123 પોઇન્ટ અથવા 2.6 ટકા ઘટ્યો હતો. વોલ સ્ટ્રીટમાં ઘટાડા બાદ ગુરુવારે એશિયન બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેની અસર હવે ભારતીય બજારો પર પણ પડી રહી છે.
Sunita Williams: સુનિતા વિલિયમ્સની પૃથ્વી વાપસી અંગે નાસાએ કર્યો ચોંકાવનારો ખુલાસો
શનિ-બુધ 30 વર્ષ પછી જાન્યુઆરી 2025માં બનાવશે આ યોગ, 3 રાશિઓ માટે નવા વર્ષની થશે શાનદાર શરૂઆત
Mobikwik અને Vishal Mega Mart… બંને IPOએ માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી કરી, રોકાણકારો છે સમૃદ્ધ!
બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 502.25 અંક એટલે કે 0.62 ટકાના ઘટાડાની સાથે 80,182.20 ના સ્તર પર બંધ થયા છે, જ્યારે એનએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 137.15 અંક એટલે કે 0.56 ટકાના ઘટાડાની સાથે 24,198.85 ના સ્તર પર બંધ થયા છે. છેલ્લા ચાર દિવસમાં ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ૧૨ લાખ કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે.