iPhone 15 માટે લોકોમાં ગાંડો ક્રેઝ, વેચાણના પ્રથમ દિવસે જ તૂટી ગયો રેકોર્ડ, જાણો કેટલા લોકોએ ખરીદ્યો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

iPhone 15 Price in India :  આઇફોન 15નું (iphone-15) વેચાણ શરૂ થઇ ગયું છે. લોકો હવે આઇફોન ઓનલાઇન અને ઓફલાઇન ખરીદી શકે છે. આ દરમિયાન આઇફોનના વેચાણના પહેલા જ દિવસે એક મોટો રેકોર્ડ તૂટી ગયો છે. ભારતમાં બનેલા ‘iPhone-15’ને લઈને લોકોમાં ભારે ક્રેઝ છે. આ વાતનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે ‘આઈફોન-14’ની તુલનામાં તેના પહેલા દિવસના વેચાણમાં 100 ટકાનો વધારો થયો છે. સૂત્રોએ આ અંગે માહિતી આપી છે.

 

 

iPhone 15

એપલે ‘મેડ ઇન ઇન્ડિયા’ આઇફોનને તે જ દિવસે પહેલી વખત ઉપલબ્ધ કરાવ્યો છે, જે દિવસે તેણે આ ફોનને દેશ અને દુનિયાના અન્ય ભાગોમાં વેચવાનું શરૂ કર્યું હતું. શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધીમાં, આઇફોન 15 શ્રેણીના ફોનમાં પ્રથમ દિવસે આઇફોન 14 ની તુલનામાં 100 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. દરેક જગ્યાએ લાંબી કતારો છે અને ઓફિસનો સમય પૂરો થયા પછી લોકોની સંખ્યામાં વધારો થયો છે.

 

 

મેડ-ઇન-ઇન્ડિયા આઇફોન

કંપનીએ ‘મેડ ઇન ઇન્ડિયા’, ‘આઇફોન-15’ અને ‘આઇફોન-15 પ્લસ’નું વેચાણ શરૂ કર્યું છે. આ ફોન પિંક, યલો, ગ્રીન, બ્લૂ અને બ્લેક કલરમાં ઉપલબ્ધ છે. તેમના 128 જીબી (ગીગાબાઇટ), 256 જીબી અને 512 જીબી મોડલની કિંમત ક્રમશ: 79,900 રૂપિયા અને 89,900 રૂપિયાથી શરૂ થાય છે. ‘આઇફોન 15 પ્રો’ ની કિંમત 1,34,900 રૂપિયાથી શરૂ થાય છે અને તે 128 જીબી, 256 જીબી, 512 જીબી અને 1 ટીબી મેમરી સ્ટોરેજ ક્ષમતામાં ઓફર કરવામાં આવે છે.

 

બજારમાં માત્ર ટામેટાં જ ટામેટાં થઈ ગયા, ખેડૂતો રસ્તા પર ફેંકવા મજબૂર, ભાવ આકાશથી સીધા ખીણમાં

 ભારત માટે બેવડો ખતરો વધ્યો! પાકિસ્તાને પણ ખાલિસ્તાનીઓને સમર્થન આપ્યું, સાથે મળીને કંઈક નવા જૂની કરશે

આ સુંદરી કોઈ અભિનેત્રી કે મોડેલ નથી પણ એક IAS ઓફિસર છે, છાતી ચીરનારો સંઘર્ષ કરીને પહોંચી આ મૂકામ પર

 

કિંમત

“આઇફોન 15 પ્રો મેક્સ” ની કિંમત 1,59,900 રૂપિયાથી શરૂ થાય છે અને તે 256 જીબી, 512 જીબી અને 1ટીબી (ટેરાબાઇટ) મેમરી સ્ટોરેજ ક્ષમતામાં ઉપલબ્ધ છે. 1TB મેમરી સ્ટોરેજ ક્ષમતાવાળો iPhone 15 Pro Max ભારતમાં 1.99 લાખ રૂપિયામાં વેચાઇ રહ્યો છે. ‘આઇફોન-15’ સીરીઝના વેચાણ સાથે અનેક પહેલ કરવામાં આવી હતી. પહેલીવાર ગ્રાહકો એપલના દિલ્હી અને મુંબઇના સ્ટોર્સ પરથી પણ આઇફોન ખરીદી શકે છે.

 

 

 

 


Share this Article