આ વર્ષે (2023) સોનું 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચીને 62,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. ચાંદીમાં રેકોર્ડબ્રેક તેજીની પણ અપેક્ષા છે. વર્ષ 2023માં ચાંદીની કિંમત 90,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. કેડિયા કોમોડિટીઝના પ્રમુખ અજય કેડિયાનો આ અંદાજ છે. કેડિયા એડવાઇઝરી પર આપવામાં આવેલા ડેટા અનુસાર, વર્ષ 2022માં સોનાએ 14 ટકાથી વધુ વળતર આપ્યું છે, જ્યારે ચાંદીએ આ સમયગાળા દરમિયાન 11 ટકાથી વધુ વળતર આપ્યું છે.
ચાંદીમાં રેકોર્ડબ્રેક તેજી
સોનામા ભાવ વધારો ટ્રેક પર
સોનામા ભાવ વધારો ટ્રેક પર છે. અજય કેડિયાનું કહેવું છે કે આ વર્ષ સુધીમાં સોનું નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયા-યુક્રેન સહિત ભૌગોલિક-રાજકીય તણાવ, બજારમાં મંદીની શક્યતા, ઇટીએફમાં રોકાણમાં વધારો અને કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની સતત ખરીદી, આ એવા પરિબળો છે જે સોનાના ભાવને વધુ વધારવા માટે કામ કરી રહ્યા છે.
અમેરિકામાં વ્યાજ દરોમા વધારો
કેડિયા વધુમાં કહે છે કે અમેરિકામાં વ્યાજ દરો જેટલા વધવાના હતા તેટલા વધી ગયા છે. જો આનાથી વધુ વધારો થશે તો મંદી આવશે. ઇક્વિટીનું મૂલ્યાંકન પણ ઊંચું છે. બીજી તરફ ચાંદીની વાત કરીએ તો તે 90000ના સ્તર સુધી જઈ શકે છે.