Business News: જો તમે સોનામાં રોકાણ કરવાનું પસંદ કરો છો તો તમારી પાસે મોટી તક છે. સરકાર માર્કેટ રેટ કરતા ઓછા ભાવે સસ્તું સોનું વેચી રહી છે. આ સસ્તું સોનું ખરીદવાની તમારી પાસે છેલ્લી તક છે. ખરેખર, સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ (SBG) ની સિરીઝ-3 રોકાણ માટે ખુલી છે.
આ સ્કીમ શુક્રવારે એટલે કે 22 ડિસેમ્બરે બંધ થશે. આવી સ્થિતિમાં તમારી પાસે તેમાં રોકાણ કરવા માટે આજનો દિવસ બાકી છે. આ ગોલ્ડ બોન્ડમાં રોકાણ ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે કરી શકાય છે. સોનામાં રોકાણ કરવા માટે સોવરિન ગોલ્ડ બોન્ડ શ્રેષ્ઠ વિકલ્પ છે. સરકારની આ યોજનામાં રોકાણ કરવાથી, વ્યક્તિને સોનાના ભાવમાં વધારો અને વ્યાજ બંનેનો લાભ મળે છે. સરકાર દ્વારા 18 ડિસેમ્બરથી સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2023-24 શરૂ કરવામાં આવી છે.
SBI ખાતામાંથી કેવી રીતે રોકાણ કરવું
આ માટે તમારે પહેલા SBI ઓનલાઈન બેંકિંગ એકાઉન્ટમાં લોગઈન કરવું પડશે. હવે ઈ-સર્વિસીસ ટેબ પર ક્લિક કરો અને સોવરેન ગોલ્ડ બોન્ડ પર જાઓ. નિયમો અને શરતો પસંદ કરો. આ પછી આગળ વધો.
હવે સૂચનાઓ મુજબ અરજી કરો. આમાં તમારે એકવાર રજીસ્ટ્રેશન પણ કરાવવું પડશે. જ્યારે નોંધણી પૂર્ણ થઈ જાય, સબમિટ પર ક્લિક કરો. આ પછી તમે કેટલું સોનું ખરીદવા માંગો છો અને નોમિની વિશે માહિતી આપો. હવે સબમિટ પર ક્લિક કરો. SBI ઉપરાંત, તમે PNB, કેનેરા અને ICICI બેંકમાં નેટ બેંકિંગ દ્વારા ખરીદી કરી શકો છો.
તમને આટલું વ્યાજ મળશે
વિલંબથી PAN-Aadhar લિંક કરનારાઓના દંડથી સરકારની તિજોરી ભરાઈ, આશરે 2,125ની થઈ આવક
અયોધ્યાની રોનકમાં લાગશે ચાર ચાંદ, ભગવાન શ્રી રામના સાસરેથી આવશે પાઘડી, પાન અને મખાનાની ભેટ
Gujarat: ધોરણ 9 અને 10ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતી વિષયક પ્રકરણોનો સમાવેશ
સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં રોકાણ માટે આરબીઆઈએ ગોલ્ડ બોન્ડની કિંમત 6199 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરી છે. સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાથી તમને દર વર્ષે 2.50 ટકાના વ્યાજ દરનો લાભ મળે છે. આ વ્યાજ અર્ધવાર્ષિક ધોરણે આપવામાં આવે છે. આ સ્કીમની ખાસ વાત એ છે કે તમે તેમાં કુલ આઠ વર્ષ માટે પૈસા રોકી શકો છો, પરંતુ તમને પાંચ વર્ષ પછી સ્કીમમાંથી બહાર નીકળવાની તક મળે છે.