અલ્ટો, સ્વિફ્ટ… બધી ગાડીઓને છોડી લોકોએ આ કાર પસંદ કરી, કિંમત પણ બધાને પરવડે એવી…

Desk Editor
By Desk Editor
Share this Article

Business News: ભારતમાં સૌથી વધુ કાર વેચનારી કંપની મારુતિ સુઝૂકીએ ગત મહિને એટલે કે ડિસેમ્બર 2023ના વેચાણના આંકડા રિલીઝ કર્યા છે. ગત મહિને વેચાણમાં મારુતિની એક કાર કંપનીની અન્ય કારોની સરખામણીમાં બધાને પછાડીને ટોપ પર પહોંચી ગઈ છે.

કઇ છે એ કાર?

અહીં અમે જે કારની વાત કરી રહ્યા છીએ તે છે મારુતિ સુઝૂકી ડિઝાયર. જેણે સ્વિફ્ટ, બલેનો, વેગનઆર અને બ્રેઝાને વેચાણના મામલે પછાડી છે. મારુતિ ડિઝાયરની એક્સ શોરૂમ કિંમત 6.52 લાખથી શરૂ થાય છે. મારુતિ ડિઝાયરે ગત મહિને 16.80 ટકાના વાર્ષિક વધારા સાથે કુલ 14,012 યુનિટ્સનું વેચાણ કર્યું. જ્યારે વર્ષ 2022ના ડિસેમ્બર મહિનામાં આ જ આંકડો 11,997 યુનિટ્સ હતો. જો કે, ડિઝાયરના વેચાણમાં માસિક આધાર પર 12.23 ટકાનો ઘટાડો નોંધાયો છે.

કઇ કારનો કેટલામો નંબર?

મારુતિ સુઝૂકીની કાર વેચાણમાં બીજા નંબર પર કંપનીની બેસ્ટ સેલિંગ-7 સીટર અર્ટિગા છે. ગત મહિને મારુતિની અર્ટિગાનું 5.72 ટકાના વધારા સાથે 12975 યુનિટ્સનું વેચાણ થયું. જ્યારે આ આંકડો ડિસેમ્બર 2022માં 12273 યુનિટ્સનું હતું. વેચાણમાં ત્રીજા નંબરે ગત મહિને મારુતિ બ્રેઝા રહી. મારુતિ બ્રેઝાએ 14.68 ટકાના વાર્ષિક વધારા સાથે 12884નું વેચાણ નોંધાવ્યું. આ યાદીમાં ચોથા નંબરે રહેલી મારુતિ સ્વિફ્ટે 1.81 ટકાના વાર્ષિક વધારા સાથે ગત મહિને 11,843 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું.

અન્ય કાર ધડામ કરતી પડી!

BIG BREAKING: 22 જાન્યુઆરી માટે રાજ્ય સરકારનું મોટું એલાન, ભૂપેન્દ્ર પટેલે તમામ સરકારી કાર્યાલાયમાં રજા કરી જાહેર

આખરે કોણ છે મોતના સોદાગર? વડોદરામાં રુપિયાની તિજોરી ભરવા માટે 30 બાળકોને મોતના મુખમાં ધકેલ્યા….

ગુજરાતમાં મોતનો માતમ… હોસ્પિટલમાં માતા-પિતા આખી રાત બાળકના મૃતદેહ પાસે રડતાં રહ્યા, ક્યારે મળશે આ બાળકોને ન્યાય??

ગત મહિને વેચાણમાં 36.99 ટકાના વાર્ષિક ઘટાડા સાથે બલેનોએ 10669 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું. જ્યારે મારુતિ ઈકોએ 5.17 ટકાના વાર્ષિક ઘટાડા સાથે 10034 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું. ગત મહિને વેચાણમાં સાતમા નંબરે રહેલી ફ્રોંક્સે 9693 યુનિટ્સ કારનું વેચાણ નોંધાવ્યું. આ ઉપરાંત ગત મહિને મારુતિ વેગનઆરનું 15.75 ટકાના વાર્ષિક ઘટાડા સાથે 8578 યુનિટ્સનું વેચાણ થયું અને અને અલ્ટોએ 71.13 ટકાના વાર્ષિક ઘટાડા સાથે ફક્ત 2,497 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું છે.


Share this Article