આખું માર્કેટ હચીમચી ગયું, બે મહિનામાં અંબાણી કરશે મોટો ધડાકો, તમારા ગળાને પણ જબરું સુકુન મળશે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

મુકેશ અંબાણીની ટીમે આ માટે બે મહિનાનો પ્લાન બનાવ્યો છે. જો આયોજન યોગ્ય રીતે પાર પાડવામાં આવશે તો દેશમાં CAMPAનું સામ્રાજ્ય સ્થપાશે. મુકેશ અંબાણીએ કેમ્પાને દેશના ખૂણે ખૂણે લઈ જવા માટે EB2B કંપની ઉડાન સાથે જોડાણ કર્યું છે. કંપની કેમ્પાને 50,000 રિટેલર્સ સુધી લઈ જશે અને આગામી બે મહિનામાં એક લાખથી વધુ રિટેલર્સ અને કરિયાણાની દુકાનો સુધી તેની પહોંચ વધારશે.

કેમ્પા માટે વિશેષ અભિયાન શરૂ થશે

ઉડાન પ્લેટફોર્મ પર કેમ્પાના ત્રણ ફ્લેવર્સ ઉપલબ્ધ થશે. જેમાં 200 ml, 500 ml અને 2,000 ml નો સમાવેશ થાય છે. રિટેલર્સમાં CAMPA જાગૃતિ વધારવા માટે ઉડાન ખાસ ઝુંબેશ પણ શરૂ કરશે. આ સાથે ઉડાન કોલ્ડ ડ્રિંક્સના વિસ્તરણ અને ખરીદદાર આધાર પર પણ કામ કરી રહ્યું છે. ઉડાને તાજેતરમાં પ્રોજેક્ટ વિસ્તાર નામનો ગ્રામીણ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય FMCG અને ખાદ્ય ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રોજેક્ટના થ્રુ ઉડાન એવા ગામોના માર્કેટમાં કામ કરી રહી છે જેમની વસ્તી 3,000 છે. કંપનીનું લક્ષ્ય આગામી 10-12 મહિનામાં 10,000થી વધુ નગરો અને ગામડાઓ સુધી તેની પહોંચ વધારવાનું છે.

CM ભૂપેન્દ્ર પટેલે રામ મંદિરને લઈ આપ્યું મોટું નિવેદન, પોતાનો ભાવ પ્રગટ કરતાં બનીને તૈયાર થઈ જવાની તારીખ પણ આવી

આજે સોના ચાંદીનો ભાવ ધડામ થયો, એક તોલાના ભાવમાં સીધો આટલાનો ઘટાડો, ખરીદવું હોય તો મોકો છે

જીભ લપસી અને સત્તા ગઈ; ગુજરાત, બિહારથી લઈને બંગાળ સુધી…, જ્યારે નેતાએ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા પાર્ટી ભુંડી રીતે હારી

ગયા વર્ષે કેમ્પા 22 કરોડ રૂપિયામાં વેચાઈ હતી

ઉડાન ખાતે એફએમસીજી બિઝનેસના ચીફ વિનય શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, આ ભાગીદારી કેમ્પા રેન્જને બજારમાં પ્રવેશવામાં સક્ષમ બનાવશે. મુકેશ અંબાણીની રિલાયન્સે ગયા વર્ષે પ્યોર ડ્રિંક્સ ગ્રૂપ પાસેથી અંદાજે રૂ. 22 કરોડમાં કેમ્પાને ખરીદ્યું હતું. જે બાદ કેમ્પાને નવા અવતારમાં રજૂ કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેમ્પની કિંમતો પેપ્સી અને કોક કરતા ઘણી ઓછી હશે. તે જ સમયે, Capa ને આગળ લઈ જવાની વ્યૂહરચના એ જ હશે જે રિલાયન્સ જિયો માટે અપનાવવામાં આવી હતી. જેથી બજારમાંથી નાના ખેલાડીઓનો બજારહિસ્સો ખતમ થયા બાદ મુખ્ય ખેલાડીઓ વચ્ચે યુદ્ધ થશે.


Share this Article