‘ભારતીય ઈતિહાસના સૌથી સફળ પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી’, મુકેશ અંબાણીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં કર્યા વખાણ

Desk Editor
By Desk Editor
Share this Article

Vibrant Gujarat: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ને સંબોધિત કરી હતી.

આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા હતા. મુકેશ અંબાણીએ કહ્યું કે જ્યારે પીએમ મોદી બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ઉદ્યોગપતિઓ આવી પહોંચ્યા છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે અમે ભારતમાં વિશ્વસ્તરીય સુવિધાઓ પ્રદાન કરવા માટે સતત રોકાણ કરી રહ્યા છીએ. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં RILના CMD એ કહ્યું કે મને ગુજરાતી હોવાનો ગર્વ છે. વાઈબ્રન્ટ ગુજરાત સાથે મેળ ખાતી હોય તેવી કોઈ કોન્ફરન્સ વિશ્વમાં નથી. છેલ્લા 20 વર્ષથી આ કોન્ફરન્સ સફળતાપૂર્વક ચાલી રહી છે.

મુકેશ અંબાણીએ કહ્યું, ‘હું ગેટવે ઓફ ઈન્ડિયાના શહેરમાંથી આવું છું અને હવે તે ગેટવે ઓફ મોર્ડન ઈન્ડિયા બની ગયું છે. મને ગુજરાતી હોવાનો ગર્વ છે. જ્યારે પણ વિદેશીઓ ન્યૂ ઈન્ડિયા વિશે વિચારે છે ત્યારે તેમના મગજમાં સૌથી પહેલું આવે છે તે છે નવું ગુજરાત.

IND vs AFG T20I: BCCIનો નવો પ્રયોગ.. ભારત તેના ટોપ-5 બોલરો વિના ઉતારશે મેદાનમાં, આ રીતે કરાશે પસંદગી!

લાખો લોકોની રોજગારીનો સવાલ, માત્ર ભારત સાથેનો સંબંધ જ નહીં.. માલદીવે દાયકાઓ જૂની પરંપરા તોડી, હવે નજર ચીન તરફ!

2030 બાદ પેટ્રોલ-ડીઝલના વાહનો જોવા નહીં મળે? કેન્દ્ર સરકારે બનાવ્યો મેગા પ્લાન, જાણો તમારા વાહનનું શું થશે?

આ પરિવર્તન કેવી રીતે થયું? આપણા નેતાઓને કારણે, જે આપણા સમયના વિશ્વના મહાન નેતાઓમાં સામેલ છે. પીએમ મોદી ભારતના ઈતિહાસના સૌથી સફળ વડાપ્રધાન છે.


Share this Article