દેશના લગભગ 10 લાખ બેંક કર્મચારીઓને બહુ જલ્દી સારા સમાચાર મળવાના છે. વર્ષોથી અઠવાડિયામાં બે રજાની માંગણી કરી રહેલા બેંક કર્મચારીઓની વાત સરકારે સાંભળી છે. મંગળવારે શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં, સરકારે પોતે કહ્યું કે હવે જાહેર ક્ષેત્રમાં કામ કરતા બેંક કર્મચારીઓને સાપ્તાહિક બે દિવસની રજા મળશે. એટલે કે મહિનાના તમામ શનિવાર રજાના રહેશે. આ પ્રસ્તાવ પર રાજ્યસભામાં ચર્ચા થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રસ્તાવ ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. હાલમાં બીજા અને ચોથા શનિવારે રજા હોય છે.
બેંકિંગ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓને સારા સમાચાર મળવાના છે. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું છે કે હવે સરકારી બેંકોમાં કામ કરતા કર્મચારીઓ પાસે માત્ર 5 દિવસ જ કામ હશે. મતલબ કે હવે તેમને દર શનિવારે રજા મળશે. જેના કારણે કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. કારણ કે બેંક કર્મચારીઓ આ માંગ ઘણા સમયથી ઉઠાવી રહ્યા હતા.
બેંક કર્મચારીઓના કામના દબાણને જોતા સરકારે આ નિર્ણય લેવો પડ્યો છે. તમને જણાવી દઈએ કે દેશની જાહેર ક્ષેત્રની બેંકોની મેનેજમેન્ટ સંસ્થા ઇન્ડિયન બેંક એસોસિએશને પહેલા જ સરકારને તમામ શનિવારે બેંકોમાં રજા જાહેર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ખુદ સરકારે આ માહિતી આપી છે.
રાજ્યસભાના સાંસદ સુમિત્રા બાલ્મીકે નાણામંત્રીને પાંચ દિવસ સુધી બેંકમાં કામ કરવા અંગે સવાલ કર્યો હતો. જેના જવાબમાં નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે જણાવ્યું હતું કે ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશને તમામ શનિવારે બેન્કોમાં રજા જાહેર કરવા સરકારને દરખાસ્ત રજૂ કરી છે.
નાણા રાજ્ય મંત્રીએ ચોક્કસપણે કહ્યું કે IBA અને બેંક યુનિયનો વચ્ચે 28 ઓગસ્ટ 2015ના રોજ થયેલા કરાર હેઠળ દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકોમાં રજા જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે આ નિર્ણયનો અમલ ક્યારે થશે તે અંગે હજુ કંઈ કહી શકાય તેમ નથી.