ATM કાર્ડ ઘરે ભૂલી ગયા, તો હવે ટેન્શન નહીં , UPI એપની મદદથી ATMમાંથી પૈસા ઉપાડી શકશો, આ સરકારી બેંકે શરૂ કરી વિશેષ સેવા

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Cardless Cash Withdrawal: ડેબિટ/એટીએમ કાર્ડ દ્વારા એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડવાની સુવિધા વિશે આપણે બધા જાણીએ છીએ. પરંતુ હવે વધતી જતી ટેક્નોલોજીથી તમે એટીએમ મશીનમાંથી કાર્ડ વગર પણ પૈસા ઉપાડી શકો છો. હવે જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડાએ સોમવારથી ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ વિથડ્રોઅલ સર્વિસ એટલે કે ICCW સુવિધા શરૂ કરી છે, જેમાં ગ્રાહક બેંકના ATMમાંથી UPIનો ઉપયોગ કરીને રોકડ ઉપાડી શકે છે. બેંક ઓફ બરોડાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે UPI દ્વારા ATMમાંથી રોકડ ઉપાડવાની સુવિધા આપનારી તે પ્રથમ જાહેર ક્ષેત્રની બેંક છે. બેંકે કહ્યું કે તેની ICCW સુવિધાનો લાભ લઈને, BHIM UPI અને અન્ય UPI એપ્લિકેશનનો ઉપયોગ કરતી અન્ય સહભાગી બેંકોના ગ્રાહકો સાથે તેના ગ્રાહકો પણ ATMમાંથી રોકડ ઉપાડી શકશે.

ડેબિટ કાર્ડ જરૂરી નથી, મર્યાદા નિશ્ચિત છે

બેંક ઓફ બરોડાના એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે ગ્રાહકોને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવાની જરૂર રહેશે નહીં. ગ્રાહકો BOB ATM પર એક દિવસમાં 2 ટ્રાન્ઝેક્શન કરી શકે છે અને એક સમયે વધુમાં વધુ 5,000 રૂપિયા ઉપાડી શકાય છે.

આ પણ વાંચો

વાવાઝોડાની અસર ગુજરાતમાં શરૂ, દરિયામાં કરંટ જોવા મળ્યો, તાત્કાલિક ભયજનક સિગ્નલ આપી બધાને એલર્ટ કરી દીધા

આજથી ફરી કોરોમંડલ એક્સપ્રેસ પાટા પર દોડી, મુસાફરના હાથમાં જોવા મળી ભગવાનની મૂર્તિ

શુભમન ગિલ સાથે ડેટ કરવાના સમાચાર, હવે સારા અલી ખાને ‘ક્રિકેટર’ સાથે લગ્નના પ્લાન પર હા પણ પાડી દીધી

UPI દ્વારા ATM મશીનમાંથી પૈસા કેવી રીતે ઉપાડવા

  • સૌથી પહેલા નજીકના બેંક ઓફ બરોડાના ATM પર જાઓ.
  • હવે UPI રોકડ ઉપાડનો વિકલ્પ પસંદ કરો.
  • હવે તમે જે રકમ ઉપાડવા માંગો છો તે દાખલ કરો.
  • આ પછી ATM સ્ક્રીન પર QR કોડ દેખાશે.
  • હવે સક્ષમ UPI એપ દ્વારા મોબાઇલ પરથી ICCW માટે QR કોડ સ્કેન કરો.
  • આ પછી UPI પિન દાખલ કરો.
  • આ પછી એટીએમ મશીનમાંથી કેશ નીકળી જશે.

Share this Article