Business:મેટા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે તમારે ફી ચૂકવવી પડશે. પરંતુ આ નિયમ ભારતમાં નહીં પરંતુ યુરોપના કેટલાક દેશોમાં લાગુ છે. અહીં તમારે એડ-ફ્રી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવા માટે ફી ચૂકવવી પડશે. મેટાએ થોડા સમય પહેલા આ અંગે નિર્ણય લીધો હતો. આ કંપનીના સબસ્ક્રિપ્શન મોડલનો એક ભાગ હતો. મેટા દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. હવે આને લગતી નવી માહિતી સામે આવી છે.
કંપનીએ સબસ્ક્રિપ્શન મોડલની ફીમાં ઘટાડો કર્યો છે. Facebookની ફી ઘટાડીને EUR 5.99 (લગભગ રૂ. 540) કરવામાં આવી છે. તે જ સમયે, Instagram માટે ફી ઘટાડીને EUR 9.99 (લગભગ 900 રૂપિયા) કરવામાં આવી છે. કંપનીએ પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. હકીકતમાં, આ નીતિનો યુરોપમાં ગોપનીયતા કાર્યકર્તાઓ અને ગ્રાહક જૂથો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો.
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
RBI એ શા માટે મોટો નિર્ણય લઈને રવિવારે પણ આખા દેશની બેંકો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો? જાણો મોટું કારણ
મેટા તરફથી કહેવામાં આવ્યું હતું કે ગોપનીયતા સુનિશ્ચિત કરવા માટે આ ફી ચૂકવવી પડશે. વાસ્તવમાં મેટા તેના યુઝર્સના ડેટાનો ઉપયોગ કરતી હતી, પરંતુ યુરોપીયન નિયમોના નવા ડેટા પ્રાઈવસી કાયદા બાદ મેટાએ ડેટા એક્સેસ ન કરી શકવા બદલ ચાર્જ વસૂલવાનો નિર્ણય લીધો હતો. નવેમ્બરમાં લાગુ થયેલા આ નિયમનો ઘણો વિરોધ થયો હતો. આ ચાર્જ 18 વર્ષ કે તેથી વધુ વયના વપરાશકર્તાઓ પાસેથી વસૂલવામાં આવતો હતો.