ઘણી ખમ્માં મોદી સરકારના નિર્ણયને… ફરીથી જીવન જરૂરી 100 દવા સાવ સસ્તી કરી, ઓછા રૂપિયામાં બિમારી ગાયબ

Lok Patrika
By Lok Patrika
Share this Article

Business News: આ મહિનાની શરૂઆતમાં કેન્દ્રની મોદી સરકારે સુગર, દુખાવો, તાવ, હૃદય, સાંધાના દુખાવા નિવારક તેલ અને સંક્રમણની દવાઓ સસ્તી બનાવીને સામાન્ય માણસને મોટી રાહત આપી હતી. હવે આ સંબંધમાં, બીમાર અને તેમના સંબંધીઓને વધુ રાહત આપવા માટે, નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ એક નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

જેમાં અંગ્રેજી દવાઓના કાળાબજાર રોકવા 69 ફોર્મ્યુલેશનના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. NPPA એ એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું છે કે ડાયાબિટીસ, પેઈન કિલર, તાવ અને હાર્ટ અને સાંધાના દુખાવા માટેની દવાઓ હવે સસ્તી થશે, અને 4 સ્પેશિયલ ફીચર પ્રોડક્ટ્સને પણ મંજૂરી આપવામાં આવી છે.

100 વધુ દવાઓ સસ્તી થશે

NPPAએ 69 નવા ફોર્મ્યુલેશનની છૂટક કિંમત અને 31ની ટોચમર્યાદા કિંમત નક્કી કરી છે. સસ્તી થઈ ગયેલી આ દવાઓની યાદીમાં એન્ટી-ટોક્સિન્સ, કોલેસ્ટ્રોલ, શુગર, દુખાવો, તાવ, ઈન્ફેક્શન, વધુ પડતું રક્તસ્ત્રાવ બંધ કરવું, કેલ્શિયમ, વિટડી 3 અને બાળકોની એન્ટિબાયોટિક્સનો સમાવેશ થાય છે.

NPPAનો કડક આદેશ

સરકારી સૂચના મુજબ નવા પેકિંગ પર સંશોધિત દર હશે. તે જ સમયે, ડીલર નેટવર્કને પણ નવી કિંમતો વિશે માહિતી આપવી પડશે. કંપનીઓ માત્ર ફિક્સ્ડ પ્રાઈસિંગ પર જ GST વસૂલ કરી શકે છે અને તે પણ જો તેણે પોતે તેના માટે ચૂકવણી કરી હોય.

નોંધનીય છે કે દેશમાં કોરોના મહામારી બાદ દવાઓની કિંમતો અને મેડિકલ ખર્ચમાં બમણાથી વધુનો વધારો થયો હતો, જેના કારણે સરકારે ફેબ્રુઆરીની શરૂઆતમાં દવાઓના ભાવ ઘટાડવાનો નિર્ણય લીધો હતો. આવી સ્થિતિમાં એક મહિનામાં બીજી વખત દવાઓના ભાવમાં થયેલા ઘટાડાથી સામાન્ય માણસને ચોક્કસપણે મોટી રાહત મળી છે.

બજેટ બાદ જ સરકારે દર્દીઓ અને તેમના સ્વજનોને મોટી રાહત આપી હતી. ત્યારે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ રાહતના સમાચાર છે. સામાન્ય માણસને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે સુગર, દુખાવા, તાવ, હૃદય, સાંધાના દુખાવા નિવારક તેલ અને ઈન્ફેક્શનની દવાઓ સસ્તી કરી છે. ત્યારબાદ એજન્સીએ 4 સ્પેશિયલ ફીચર પ્રોડક્ટ્સને પણ મંજૂરી આપી હતી.

ગુજરાતના દરિયાકાંઠે અચાનક આવી વિદેશી બોટ, ભારતીય નેવીએ જોયું તો આંખો ફાટી ગઈ! પોરબંદરમાં થશે મોટો ખુલાસો

ખેડૂત આંદોલનના કારણે મોટું સંકટ, ડીઝલ અને સિલિન્ડર ગેસને લઈ ધાંધિયા, જનતા ગુસ્સે થઈને વિફરી

‘મને માફ કરો, મને કામ આપો’… રેપરે માંગી સલમાન ખાનની માફી, કહ્યું- મને તેમનાથી ડર લાગે છે, કારણ કે…

તે જ સમયે 1 ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા બજેટમાં, સામાન્ય જનતાને આ વિષય પર દેશના નાણા પ્રધાન નિર્મલા સીતારમણ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly