Bollywood News: પહેલા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હીરોનો પગાર હિરોઈન કરતા ઓછો હતો. તે જ સમયે ફિલ્મોમાં તેની ભૂમિકા પણ હીરોની તુલનામાં ઓછી હતી. પરંતુ આજે પગાર હોય કે ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવવાની હોય, અભિનેત્રીઓ કોઈપણ બાબતમાં હીરોથી ઓછી નથી. આ સુંદરીઓ એડ ફિલ્મોમાંથી પણ મોટી ફી વસૂલે છે. ભારતની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક 50 સેકન્ડની જાહેરાત માટે 5 કરોડ રૂપિયા લે છે. આ અભિનેત્રીએ તાજેતરમાં જ શાહરૂખ ખાન સાથે બ્લોકબસ્ટર ફિલ્મ ‘જવાન’ આપી છે. અમે વાત કરી રહ્યા છીએ સાઉથની ટોચની અભિનેત્રી નયનતારાની.
નયનતારાએ 50 સેકન્ડની એડ માટે કરોડો રૂપિયા ચાર્જ કર્યા
મનોરંજન ક્ષેત્રે પોતાની ઓળખ બનાવતા પહેલા નયનતારાએ મોડલ અને ટેલિવિઝન પ્રસ્તુતકર્તા તરીકે પણ કામ કર્યું હતું. એક રિપોર્ટ અનુસાર નયનતારાએ ટાટા સ્કાયની 50 સેકન્ડની એડ માટે 5 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. આ જાહેરાત બે દિવસમાં શૂટ કરવામાં આવી હતી અને ચાર ભાષાઓ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ કરવામાં આવી હતી.
નયનતારા એક ફિલ્મ માટે કેટલી ફી લે છે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રી એક ફિલ્મ માટે 10 કરોડ રૂપિયા ચાર્જ કરે છે અને માત્ર દક્ષિણમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં તેની ફેન ફોલોઈંગ છે. તેણે ટેલિવિઝન હોસ્ટ તરીકે તેની સફર શરૂ કરી હતી. તેણીએ ટીવી શો ચમાયમથી તેની શરૂઆત કરી, જે એક ફેશન અને લાઈફસ્ટાઈલ આધઆરિત શો છે. આ પછી તેણે મલયાલમ ફિલ્મ માનસિનાક્કરેથી મોટા પડદા પર પ્રવેશ કર્યો, જે બ્લોકબસ્ટર સાબિત થઈ.
નયનતારા ખૂબ જ લક્ઝરી જીવન જીવે
આજે નયનતારા ભવ્ય જીવન જીવે છે અને ખૂબ જ વૈભવી ઘરમાં રહે છે. તેમની પાસે 4 લક્ઝરી હાઉસ છે જેમાંથી એક મુંબઈમાં પણ છે. તે તેના પતિ વિગ્નેશ સાથે 4 BHK એપાર્ટમેન્ટમાં રહે છે અને રિપોર્ટ્સનું માનીએ તો આ ફ્લેટની કિંમત 100 કરોડ રૂપિયા છે. એટલું જ નહીં અદ્ભુત કાર કલેક્શન હોવા ઉપરાંત, અભિનેત્રી એક લક્ઝુરિયસ પ્રાઈવેટ જેટની માલિક પણ છે.
કોંગ્રેસ અને ગઠબંધન શોભાના ગાંઠિયા સમાન રહી ગયા, બધા જ સર્વેમાં ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો!
નયનતારાએ ‘જવાન’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે નયનતારાએ એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘જવાન’થી શાહરૂખ ખાન સાથે બોલિવૂડમાં ભવ્ય ડેબ્યૂ કર્યું હતું. અભિનેત્રીના એક્શનથી ભરપૂર અભિનયને દર્શકોએ ખૂબ વખાણ્યો હતો. તેણે શાહરૂખની ગર્લફ્રેન્ડ અને પોલીસની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મે વિશ્વભરમાં 1000 કરોડથી વધુની કમાણી કરી હતી.