Business News: આજકાલ પૈસા વિના સારા જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. તમારે બજારથી લઈને શિક્ષણ સુધી દરેક જગ્યાએ પૈસા ચૂકવવા પડશે. પરંતુ શું તમે જાણો છો કે તમે જે 500 રૂપિયાની નોટનો ઉપયોગ કરો છો તેને બનાવવા માટે કેટલો ખર્ચ થાય છે? આજે અમે તમને જણાવીશું કે 500 રૂપિયાની જૂની અને નવી નોટોમાંથી કઇ નોટ બનાવવા માટે વધુ ખર્ચ થાય છે.
500ની નોટ
દેશમાં 8 નવેમ્બર 2016ના રોજ ડિમોનેટાઇઝેશન થયું હતું. જે બાદ દેશમાં 500 અને 1000 રૂપિયાની જૂની નોટો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. પરંતુ સવાલ એ છે કે 500 અને 1000 રૂપિયાની નોટ બનાવવા માટે કેટલો ખર્ચ થાય છે? શું નોટબંધી પહેલા નોટ બનાવવાનો ચાર્જ વધારે હતો કે નોટબંધી પછી નોટ બનાવવાનો ચાર્જ વધી ગયો છે? છેવટે 500 રૂપિયાની એક નોટ બનાવવા માટે કેટલો ખર્ચ થાય છે?
500ની નોટનો ચાર્જ
જાણકારી અનુસાર જૂની 500 રૂપિયાની નોટનો મેકિંગ ચાર્જ અથવા પ્રિન્ટિંગ ખર્ચ 3.09 રૂપિયા હતો. પરંતુ હવે 500 રૂપિયાની નવી નોટ છાપવાનો ખર્ચ 2.57 રૂપિયા છે. મતલબ કે જૂની નોટોની સરખામણીમાં નવી નોટ છાપવાનો ખર્ચ ઓછો છે.
નવી નોટોનો ચાર્જ
તમને જણાવી દઈએ કે 500 રૂપિયાની જૂની અને નવી નોટોમાં 52 પૈસાનો તફાવત છે. જ્યાં પહેલા 500 રૂપિયાની નોટ 3.09 રૂપિયામાં છાપવામાં આવતી હતી, હવે નવી નોટો છાપવા માટે 2.57 રૂપિયાનો ખર્ચ થાય છે. એટલે કે નવી નોટો સસ્તામાં છાપવામાં આવી રહી છે અને 52 પૈસાની બચત થઈ રહી છે.
ગરમીમાં સળગી રહ્યું છે ભારત, 5 દિવસ હીટવેવ આમ જ ચાલુ રહેશે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
બાપ રે બાપ: માત્ર 12 કલાકમાં 10,000 વખત વીજળી ત્રાટકી, આકાશમાંથી તબાહીનો વીડિયો જોઈ છાતી બેસી જશે!
50000 વર્ષથી આ તળાવનું પાણી હજું પણ નથી સુકાયું, લોનાર તળાવની કહાની સાંભળી ગોથું ખાઈ જશો
નોટ છાપવાનો ખર્ચ
મળતી માહિતી મુજબ 2000 રૂપિયાની નોટ છાપવા માટે સરકારને 4.18 રૂપિયા ખર્ચવા પડે છે. જ્યારે 500 રૂપિયાની નોટ છાપવાનો ખર્ચ 2.57 રૂપિયા આવે છે. આ સિવાય 100 રૂપિયાની નોટ છાપવાનો ખર્ચ 1.51 રૂપિયા આવે છે. જ્યારે 10 રૂપિયાની નોટ છાપવાનો ખર્ચ 1.01 રૂપિયા આવે છે. તમને સાંભળીને નવાઈ લાગશે કે 20 રૂપિયાની નોટ છાપવાની કિંમત 10 રૂપિયાની નોટથી પણ ઓછી છે. આ માટે સરકારે માત્ર 1 પૈસા ખર્ચવા પડશે.