અહીં સરકારે બીજી વખત આપી રાહત, પેટ્રોલ 40 અને ડીઝલ 15 રૂપિયા સસ્તુ થયું, જનતા મોજે મોજમાં

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Fuel Prices in Pakistan : મોંઘવારીના મોરચે ઝઝૂમી રહેલા પાકિસ્તાની (pakistan) લોકોને સરકારે ફરી એકવાર રાહત આપી છે. આ વખતે પાકિસ્તાની સરકારે પેટ્રોલની કિંમતમાં (petrol price) 40 રૂપિયા અને ડીઝલના ભાવમાં (diesel price) 15 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે. પાકિસ્તાનના નાણા મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર પાડોશી દેશમાં પેટ્રોલની કિંમત 283.38 રૂપિયા અને હાઈ સ્પીડ ડીઝલની કિંમત 303.18 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. નવી કિંમત 16 ઓક્ટોબર, 2023 થી લાગુ કરવામાં આવી છે. પેટ્રોલ અને ડીઝલ પર સરકારે આપેલી આ સતત બીજી રાહત છે.

 

 

અમેરિકન ડોલર સામે પાકિસ્તાની રૂપિયો મજબૂત

આ પહેલા 30 સપ્ટેમ્બરે સરકારે પેટ્રોલની કિંમતમાં 8 રૂપિયા અને ડીઝલના ભાવમાં 15 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. નાણામંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ પેદાશોના ભાવમાં ઘટાડો અને ડોલર સામે પાકિસ્તાની રૂપિયાની મજબૂતીના કારણે તેલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 331 રૂપિયાથી 333 રૂપિયા પ્રતિ લીટરની રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે.

 

 

 

Breaking: સુરેન્દ્રનગરમાં 40થી વધારે મુસાફરોથી ભરેલી ST બસ પલટો મારી ગઈ, આખા રાજ્યમાં હાહાકાર મચ્યો

ભારત પાકિસ્તાન મેચમાં ઉર્વશીને લાખોનું નુક્સાન, કોઈ ફોન બૂચ મારી ગયું! સ્ટેડિયમમાં જ કાંડ થયો, ઇન્ટરનેટ પર પીડા ઠાલવી

હવામાન વિભાગની ઘાતક આગાહી: ગુજરાત સહિત ૧૮ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે, ખેડૂતો ભયમાં

 

શુક્રવારે અમેરિકન ડોલર સામે પાકિસ્તાની ચલણે તેની મજબૂતાઇનું વલણ ચાલુ રાખ્યું હતું. અમેરિકન ડોલર સામે 0.35% ના વધારા સાથે 277.62 રૂપિયા પર બંધ થયો હતો. શુક્રવારે તેલના ભાવમાં લગભગ 6 ટકાનો વધારો થયો હતો, જેમાં બ્રેન્ટ ક્રૂડે ફેબ્રુઆરી પછીનો સૌથી વધુ સાપ્તાહિક ઉછાળો નોંધાવ્યો હતો. ડબ્લ્યૂટીઆઈ ક્રૂડ 87.43 ડોલર અને બ્રેન્ટ ક્રૂડ 90.70 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.

 

 


Share this Article