Petrol Price: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ લાંબા સમયથી સ્થિર છે. આ દરમિયાન પેટ્રોલ અને ડીઝલનો વપરાશ પણ વધી રહ્યો છે. મે મહિનામાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. સૌથી વધુ વપરાતા ઇંધણ ડીઝલની માંગ 9.3 ટકા વધીને 74.6 લાખ ટન થઈ છે. મુખ્યત્વે કૃષિ ક્ષેત્રની માંગમાં વધારો અને વાહનોમાં એર કંડિશનરનો ઉપયોગ વધવાને કારણે ઇંધણની માંગમાં વધારો થયો છે.
પેટ્રોલ-ડીઝલ
ગયા મહિને એપ્રિલમાં ડીઝલની માંગમાં 6.7 ટકાનો વધારો થયો હતો અને તે 71.6 લાખ ટન હતી. આમ, માસિક ધોરણે મે મહિનામાં વેચાણમાં 4.2 ટકાનો વધારો થયો છે. ડેટા અનુસાર આ વર્ષે મે મહિનામાં પેટ્રોલનું વેચાણ વાર્ષિક ધોરણે 10.4 ટકા વધીને 30.8 લાખ ટન થયું છે. બીજી તરફ, માસિક ધોરણે વેચાણમાં 16.5 ટકાનો વધારો થયો છે. માર્ચના બીજા પખવાડિયાથી પેટ્રોલ અને ડીઝલનું વેચાણ વધી રહ્યું છે અને ઔદ્યોગિક અને કૃષિ પ્રવૃત્તિઓ વધી રહી છે.
પેટ્રોલ વેચાણ
માર્ચના પ્રથમ પખવાડિયામાં પેટ્રોલનું વેચાણ વાર્ષિક ધોરણે 1.4 ટકા અને ડીઝલનું વેચાણ 10.2 ટકા ઘટ્યું હતું. મે મહિનામાં વપરાશમાં વધારો થવાનું કારણ કૃષિ પ્રવૃત્તિઓ સિવાય તાપમાનનો પારો ઉંચકાતા વાહનોમાં એર કંડિશનરના ઉપયોગમાં વધારો છે. ડેટા અનુસાર મે મહિનામાં ઉડ્ડયન ઇંધણની માંગ વાર્ષિક ધોરણે 8.7 ટકા વધીને 6,09,800 ટન થઈ છે.
ગેસ એલપીજી
માસિક ધોરણે વેચાણ 0.7 ટકા ઘટીને 6,13,900 ટન થયું છે. રાંધણ ગેસ એલપીજીનું વેચાણ વાર્ષિક ધોરણે 10 ટકા વધીને સમીક્ષા હેઠળના મહિનામાં 24 લાખ ટન થયું છે. એપ્રિલમાં એલપીજીનો વપરાશ 21.9 લાખ ટન હતો. આ સંદર્ભમાં માસિક ધોરણે વેચાણમાં 11.3 ટકાનો વધારો થયો છે.