ક્યા બાત! અદાણી પર રોજ સતત વધી રહ્યો છે રોકાણકારોનો ભરોસો, 10 દિવસમાં અઢી કરોડથી વધુ શેર ખરીદ્યા

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Adani Enterprises Share Price: 2023ની શરૂઆતમાં, હિન્ડેનબર્ગ રિસર્ચ રિપોર્ટ આવ્યા પછી અદાણી ગ્રુપના શેરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ આ બાદ ધીમે ધીમે ગ્રુપના શેરમાં તેજી જોવા મળી રહી છે. હવે પ્રમોટર ગ્રૂપે અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝમાં (Adani Enterprises) પોતાનો હિસ્સો વધારીને 69.87 ટકા કરી દીધો છે. રેગ્યુલેટરી ફાઇલિંગમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડે (Adani Enterprises Ltd.)  જણાવ્યું હતું કે પ્રમોટર ગ્રૂપે કંપનીમાં પોતાનો હિસ્સો 67.85 ટકાથી વધારીને 69.87 ટકા કર્યો છે.

 

પાંચ કંપનીઓમાં નોંધપાત્ર હિસ્સો

ગ્રૂપની કંપની કેમ્પાસ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડે 7થી 18 ઓગસ્ટ વચ્ચે ખુલ્લા બજારમાંથી બે તબક્કામાં અદાણી એન્ટરપ્રાઇઝમાં (Adani Enterprises) કુલ 2.22 ટકા હિસ્સો (2.53 કરોડ શેર) ખરીદ્યો છે. અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ ફર્મ જીક્યૂજી પાર્ટનર્સ (GQG Partners) છેલ્લા કેટલાક મહિનામાં સતત પોતાનો હિસ્સો વધારી રહી છે ત્યારે પ્રમોટર ગ્રૂપે અદાણી એન્ટરપ્રાઇઝમાં પોતાનો હિસ્સો વધાર્યો છે. ગ્રુપની ૧૦ કંપનીઓમાંથી પાંચમાં જીક્યુજીનો  (GQG) નોંધપાત્ર હિસ્સો છે.

 

માર્કેટ કેપમાં 150 અબજ ડોલરનો ઘટાડો

આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં હિન્ડેનબર્ગ રિસર્ચના પ્રતિકૂળ અહેવાલ બાદ અદાણી એન્ટરપ્રાઇઝ સહિત ગ્રૂપની મોટાભાગની કંપનીઓની માર્કેટ કેપમાં 150 અબજ ડોલર સુધીનો ઘટાડો થયો હતો. જો કે માર્ચ બાદ ધીમે ધીમે સ્થિતિ સુધરવા લાગી અને હવે અદાણી ગ્રુપે અમુક હદ સુધી ખોટ પૂરી કરી લીધી છે. જીક્યૂજી પાર્ટનર્સના રોકાણે આમાં ભૂમિકા ભજવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અદાણી ગ્રુપની કંપનીઓમાં ઈન્વેસ્ટમેન્ટ ફર્મનું રોકાણ વધીને 38,700 કરોડ રૂપિયા થઈ ગયું છે.

 

 

 

જામનગરમાં રિવાબા અને મેયર વચ્ચે થયેલી બબાલના મોટા પડઘા પડ્યા, જૈન અને ક્ષત્રિય સમાજમાં મોટો ગરમાવો, સામાજિક લડાઈ શરૂ

એકદમ નાની ઉંમરે અમદાવાદના કુશ પટેલે લંડનમાં કર્યો આપઘાત, 11 દિવસ બાદ તો લાશ મળી, જાણો શું હતું કારણ

જો જીવનમાં આ આદતો હોય તો આજે અને અત્યારે જ કાઢી નાખજો, માતા લક્ષ્મી નારાજ થઈને ઘર છોડી દેશે!

 

 

અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડે (Adani Enterprises Ltd.) જૂનમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખા નફામાં ૪૪ ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો. જૂનમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીનો કુલ નફો વધીને 674 કરોડ રૂપિયા થઈ ગયો છે. જે એક વર્ષ પહેલાના સમાન ગાળામાં ૪૬૯ કરોડ રૂપિયા હતી.

 

 

 


Share this Article