રતન ટાટા પાસે છે આ વૈભવી હવેલી, પ્રાઇવેટ જેટ અને લક્ઝરી કાર સહિતની આ મોંઘી વસ્તુઓ, જાણો તેમની નેટવર્થ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Ratan Tata Lifestyle:  બિઝનેસ ટાયકૂન (Business tycoon) અને ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટા (Ratan Tata) દુનિયાના સૌથી અમીર બિઝનેસમેનમાંથી એક છે. તેમની પાસે કરોડોની સંપત્તિ છે. વર્ષ 2022 દરમિયાન તેમની પાસે 1 અબજ ડોલરથી વધુ સંપત્તિ હતી. રતન ટાટાને (Ratan Tata) મોટિવેશનલ સ્પીકર તરીકે પણ ઓળખવામાં આવે છે. રતન ટાટા પોતાની વિનમ્રતા અને સાદગી માટે પણ જાણીતા છે.

દેશના મોટા દાનવીરોમાં રતન ટાટાનું નામ પણ સામેલ છે. રતન ટાટાને ઘણી મોંઘી વસ્તુઓનો શોખ છે, જેની કિંમત કરોડોની છે. રતન ટાટા પાસે પાંચ સુપર મોંઘી વસ્તુઓ છે, જેમાં પ્રાઇવેટ જેટથી લઇને ફેરારી અને લેન્ડ રોવરની કારનો સમાવેશ થાય છે. આવો જાણીએ રતન ટાટા પાસે કઈ મોંઘી વસ્તુઓ છે.

 

ફેરારી કેલિફોર્નિયાઃ

રતન ટાટા પાસે લાલ રંગની ફેરારી કેલિફોર્નિયા છે. તેમાં 4.3 લિટર વી8 એન્જિન આપવામાં આવ્યું છે જે 504એનએમ અને 552 બીએચપી પીક ટોર્ક જનરેટ કરે છે. હવે દેશમાં આ મોડલ બંધ કરી દેવામાં આવ્યું છે.  રતન ટાટા પાસે માસેરાટી ક્વાટ્રોપોર્ટ કાર પણ છે. તેમાં ટ્વીન-ટર્બો વી6 પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 424 બીએચપી પાવર અને 580 એનએમ ટોર્ક જનરેટ કરે છે.

 

લેન્ડ રોવર ફ્રીલેન્ડરઃ

એચડી રિપોર્ટ અનુસાર, ટાટાએ લેન્ડ રોવર ફ્રીલેન્ડરને ખરીદ્યું હતું. આ કારમાં ચાર સિલિન્ડર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 187 બીએચપી સુધીનો પાવર જનરેટ કરે છે.

 

 

પ્રાઇવેટ જેટના માલિક: 

ઇટીના જણાવ્યા અનુસાર, રતન ટાટા ડસોલ્ટ ફાલ્કન 2000ના માલિક છે. રતન ટાટા પોતાનું વિમાન ઉડાડવા માટે રજિસ્ટર્ડ છે. ડસોલ્ટ ફાલ્કન પ્રાઇવેટ જેટને ફ્રેન્ચ એન્જિનિયર્સના જૂથ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.

 

 

UPI યુઝર્સ ખાસ સાવધાન રહો! SBIએ અમલમાં મૂકી આ મોટી બાબાત, કરોડો ગ્રાહકોને થશે સીધી અસર

એક નંબરનો હલકટ સસરો, સુહાગરાતની રાત્રે જ વહુ સાથે સસરાએ કર્યો ન કરવાનો કાંડ, જાણીને તમે ગાળો જ આપશો

ગુજરાતીઓ તૈયાર થઈ જાઓ, આ તહેવારોની સિઝન પહેલા ફ્લિપકાર્ટ આપશે 1 લાખથી વધુ નોકરીઓ, આ રીતે મળશે!

 

મુંબઇ બંગલો: 

રતન ટાટા પાસે કોલાબા હાઉસ નામનું આલીશાન દરિયા કિનારે આવેલું ઘર છે અને અરબી સમુદ્રનો અદભૂત નજારો છે. 15,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી આ હવેલીમાં સાત માળ છે. તેમાં વિશાળ કાર પાર્કિંગ, મીડિયા રૂમ, સન ડેક, લાઉન્જ અને સ્વિમિંગ પૂલ છે. તે મુંબઇના સૌથી મોંઘા મકાનોમાંનું એક છે.

 

 

 

 

 


Share this Article