RBI Penalty: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ( Reserve Bank of India) ચાર બેન્કોને ભારે દંડ ફટકાર્યો છે, કારણ કે આ બેન્કોએ નિયમોની અવગણના કરી છે. આરબીઆઈએ પોતાના જાહેર કરેલા આદેશમાં કહ્યું કે તપાસ દરમિયાન આ બેંકોએ ગાઈડલાઈનનું પાલન નથી કર્યું, જેના કારણે તેમના પર ભારે દંડ લગાવવામાં આવી રહ્યો છે.
દેશની સેન્ટ્રલ બેંકે આ ચાર બેંકોના નામ જાહેર કર્યા છે, જે સહકારી બેંકો છે. આરબીઆઈના જણાવ્યા મુજબ જે બેન્કોને દંડ ફટકારવામાં આવ્યો છે તેમાં બારામતી સહકારી બેંક, બેચરાજી નાગરિક સહકારી બેંક, વાઘોડિયા અર્બન કો-ઓપરેટિવ બેંક અને વિરમગામ મર્કન્ટાઈલ કો-ઓપરેટિવ બેંકનો સમાવેશ થાય છે.
કઈ બેન્ક પર કેટલો દંડ?
બારામતી સહકારી બેંક પર 2 લાખ રૂપિયા અને બેચરાજી નાગરિક સહકારી બેંક પર 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, એમ આરબીઆઈએ જણાવ્યું હતું. આ ઉપરાંત વાઘોડિયા અર્બન કો-ઓપરેટીવ બેંકને 5 લાખ રૂપિયા અને વિરમગામ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આરબીઆઈએ બેંકોને આપી સૂચના
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ તમામ બેંકો પર અલગ અલગ કારણોસર દંડ ફટકાર્યો છે અને તમામ બેંકોને નિયમોનું પાલન કરવાની સૂચના આપી છે. જો તેઓ નિયમોનું પાલન નહીં કરે તો દંડ અને પ્રતિબંધો લગાવી શકાય છે.
હેકર્સ બેંકમાં ઘૂસી ગયા
મહત્વનું છે કે, ભારતીય રિઝર્વ બેંકે થોડા દિવસ પહેલા જ બીજી બેંક પર પેનલ્ટી લગાવી હતી, જેમાં સાઇબર સિક્યોરિટીના નિયમોની અવગણના કરવામાં આવી હતી. એપી મહેશ સહકારી બેંક પર ૬૫ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હેકરોએ આ બેંકોમાં ઘૂસીને ૧૨.૪૮ કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા.
ગુજરાતમાં 900 થી વધુ પ્રાથમિક શાળાઓમાં માત્ર એક શિક્ષક, રાજ્ય વિધાનસભામાં આ માહિતી આપવામાં આવી
Weather Warfare શું છે? મોરોક્કોમાં ભૂકંપના કારણે હજારો લોકોના મોત, શું આ કાવતરું હતું, અકસ્માત પહેલા વિચિત્ર પ્રકાશે ઉભા કર્યા પ્રશ્નો
મહિલા પત્રકાર ટીવી પર લાઈવ હતી, પાછળથી એક યુવક આવ્યો અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવા લાગ્યો, વીડિયો થયો વાયરલ
ગ્રાહકો પર શું પડશે અસર
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમો અનુસાર, જે બેંકોને દંડ ફટકારવામાં આવે છે. તે બેંકોએ ચૂકવવું પડશે. જે લોકો ખાતું ખોલાવે છે તેમને આ રકમ ચૂકવવી પડતી નથી અને ન તો તેમના પર કોઈ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડે છે. આ દંડ બેંક દ્વારા જ ભરવાનો રહેશે.