2000 Rupee Note : 31 ઓક્ટોબર, 2023 ના રોજ, 2,000 રૂપિયાની 97 ટકા નોટો બેંકિંગ સિસ્ટમમાં (banking system) પરત આવી ગઈ હતી. આરબીઆઈએ કહ્યું કે, તેની 19 ઓફિસોમાં 2,000 રૂપિયાની નોટ જમા કરાવવાની કે બદલવાની સુવિધા ઉપલબ્ધ છે. કેન્દ્રીય બેંકે સામાન્ય લોકોને કહ્યું છે કે તેઓ પોસ્ટ ઓફિસ દ્વારા 2000 રૂપિયાની નોટ જમા કરાવી શકે છે. આ સુવિધાનો લાભ લેવા પર નોટ જમા કરાવવા કે બદલવા માટે આરબીઆઈ ઓફિસની યાત્રા કરવાની જરૂર નહીં પડે.
આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “જે દિવસે 19 મે, 2023 ના રોજ 2,000 રૂપિયાની નોટો જાહેર કરવામાં આવી હતી, તે દિવસે 2,000 રૂપિયાની 3.56 લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી.” જે 31 ઓક્ટોબર 2023 સુધી ઘટીને માત્ર 0.10 લાખ કરોડ રૂપિયા એટલે કે 10,000 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આરબીઆઈએ કહ્યું કે 19 મે, 2023 ના રોજ જે 2000 રૂપિયાની નોટો આપવામાં આવી હતી તેમાંથી 97 ટકા હવે પરત આવી ગઈ છે.
આ પહેલા બેંકો પાસે 20 સપ્ટેમ્બર 2023 સુધી 2000 રૂપિયાની નોટ જમા કરાવવા કે બદલવાની સુવિધા હતી, જેને આરબીઆઈએ 7 ઓક્ટોબર સુધી વધારી દીધી હતી. 9 ઓક્ટોબર, 2023થી આરબીઆઈની પ્રાદેશિક કચેરીઓમાં 2,000 રૂપિયાની નોટો જમા કરાવવાની કે બદલવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત નાગરિકો પોસ્ટલ સર્વિસ દ્વારા નિકાલ માટે 2,000 રૂપિયાની નોટો આરબીઆઈને મોકલી શકે છે. જેના માટે આરબીઆઈએ એપ્લિકેશનનું ફોર્મેટ પણ જાહેર કર્યું છે.
રૂકો, જરા સબર કરો… દિવાળી પર ડુંગળીના ભાવ ભૂક્કા કાઢશે, તમારા બજેટની પથારી ફેરવશે એવું લાગે છે!
દેશનો સૌથી સસ્તો ગેસ સિલિન્ડર અહીં મળી રહ્યો છે, લોકોની પડાપડી થઈ, કિંમત માત્ર 474 રૂપિયા
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે 2,000 રૂપિયાની નોટ લીગ ટેન્ડર તરીકે ચાલુ રહેશે. 19 મે 2023ના રોજ આરબીઆઈએ 2000 રૂપિયાની નોટ પાછી લેવાની જાહેરાત કરી હતી. આરબીઆઇએ જાહેરાત કરી હતી કે ક્લીન નોટ પોલિસી હેઠળ આરબીઆઇએ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પરત લેવાનો નિર્ણય કર્યો છે. ૨,૦૦૦ની નોટો ચલણમાં બંધ થઈ જશે તો પણ કાયદેસરનું ટેન્ડર બની રહેશે.