RBL Bank New Rule : આરબીએલ બેંકે (RBL Bank) પોતાના ગ્રાહકોને સારા સમાચાર આપ્યા છે. બેંકની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આરબીએલ બેંકે એનઆરઇ/એનઆરઇ બેંક જારી કરી છે. કંપનીએ એનઆરઓ બચત સહિત તેના બચત ખાતાઓ (savings account) પરના વ્યાજ દરમાં પસંદગીની રકમ પર 50 બેસિસ પોઇન્ટ (બીપીએસ) સુધીનો વધારો કર્યો છે. બેંક દ્વારા નવા વ્યાજ દરનો અમલ આજથી એટલે કે 21 ઓગસ્ટ 2023થી કરવામાં આવ્યો છે.
આરબીએલ બેંક બચત ખાતાના વ્યાજ દર
બેંક 1 લાખ રૂપિયા સુધીના દૈનિક બેલેન્સવાળા બચત ખાતા પર 4.25% નો દર ચૂકવશે. જ્યારે બેંક 1 લાખ રૂપિયાથી વધુ અને 10 લાખ રૂપિયા સુધીના બચત ખાતા પર 5.50 ટકા વ્યાજ દર ચૂકવશે. આ સિવાય બેંક દ્વારા 10 લાખથી 25 લાખ રૂપિયા સુધીની રકમ પર 6.00 ટકા વ્યાજ આપવામાં આવશે.
વ્યાજના દરમાં 50 બેસિસ પોઇન્ટનો વધારો
બેંકે દૈનિક ૨૫ લાખ રૂપિયાથી વધુના બેલેન્સવાળા ખાતાઓ પર વ્યાજ દરમાં ૫૦ બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. 25 લાખથી 3 કરોડ રૂપિયા સુધીની ડિપોઝીટ માટે આરબીએલે વ્યાજ દર 7 ટકાથી વધારીને 7.50 ટકા કરી દીધો છે. આ સિવાય બેંકે દૈનિક ધોરણે વધુ બેલેન્સ ધરાવતા ખાતા પર વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. 3 કરોડથી વધુની ડિપોઝિટ પર વ્યાજ દરમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે હવે 3 કરોડથી 25 કરોડ સુધીની રકમ પર વ્યાજ દર 7 ટકાના બદલે 6.5 ટકા રહેશે.
એક નમ્ર અપીલ: સાંભળી કે જોઈ નથી શકતાં એવા બાળકોએ તૈયાર કરી તમારાં માટે સુંદર રાખડી, બધા ખરીદવા જજો
આરબીએલ બેંક 25 કરોડ રૂપિયાથી લઈને 50 કરોડ રૂપિયા સુધીની ડિપોઝીટ પર 6.25 ટકા વ્યાજ દર આપી રહી છે. આ સિવાય 50 કરોડથી લઈને 100 કરોડ સુધીની રકમ પર 6.00 ટકાના દરે વ્યાજ આપવામાં આવશે. 100 કરોડથી લઈને 200 કરોડ રૂપિયા સુધીની રકમ પર 4 ટકાના દરે વ્યાજ આપવામાં આવશે.