આ ભારતીય બિઝનેસવુમને માત્ર 2 અઠવાડિયામાં કરી 1000 કરોડની કમાણી, જાણો કોણ છે આ મહિલા અને કેવી રીતે કમાઈ આટલી મોટી રકમ

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ભારતના દિગ્ગજ બિઝનેસમેન રાકેશ ઝુનઝુનવાલાની પત્ની રેખાએ તાજેતરમાં માત્ર 2 અઠવાડિયામાં 1000 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. રેખાએ ટાટા ગ્રુપની કંપની ટાઈટનના શેર પર હાથ અજમાવી  માત્ર 15 દિવસમાં આટલી મોટી રકમ કમાઈ લીધી છે. 2 ફેબ્રુઆરીએ ટાઈટન કંપનીના શેરની કિંમત 2310 રૂપિયા હતી જે 2535 રૂપિયા થઈ ગઈ હતી. આ રીતે આ શેરની કિંમત માત્ર બે અઠવાડિયામાં 225 રૂપિયા વધી ગઈ છે.

રેખા ઝુંઝુવાલા પાસે ટાઇટનના આટલા કરોડ શેર

રેખા ઝુંઝુવાલાની પાસે ટાઇટન કંપનીના 4,58,95,970 (4 કરોડ 58 લાખ 95 હજાર 970 શેર) છે. આ ટાઇટન કંપનીની કુલ મૂડીના લગભગ 5.17% છે. જો 225 રૂપિયા પ્રતિ શેરના વધારાના હિસાબે ગણતરી કરીએ તો છેલ્લા બે અઠવાડિયામાં રેખા ઝુનઝુનવાલાએ આ શેરમાંથી 1000 કરોડનો નફો કર્યો છે.

કોણ છે રેખા ઝુનઝુનવાલા?

રેખા ઝુનઝુનવાલા પીઢ સ્ટોક ટ્રેડર રાકેશ ઝુનઝુનવાલાની પત્ની છે. રાકેશ ઝુનઝુનવાલાનું ગયા વર્ષે નિધન થયું હતું. રાકેશ ઝુનઝુનવાલા પાસે ટાઇટન કંપનીના 3.85 ટકા શેર હતા જ્યારે રેખા પાસે 1.69 ટકા શેર હતા. આ રીતે બંનેના શેર 5 ટકાથી વધુ છે. રાકેશ ઝુનઝુનવાલા ભારતના અમીરોની યાદીમાં સામેલ હતા. 2022માં તેઓ ફોર્બ્સની યાદીમાં 30મા સૌથી અમીર ભારતીય હતા.

2017માં ટાઇટને 900 કરોડનો નફો મેળવ્યો

રાકેશ ઝુનઝુનવાલાની પોતાની કંપની છે જેના દ્વારા તેઓ શેર્સમાં રોકાણ કરતા હતા. તેનું નામ RARE Enterprises છે. આમાં પ્રારંભિક RA એ રાકેશ માટે વપરાય છે અને પછીનું RE તેની પત્ની રેખા માટે વપરાય છે.

મહાશિવરાત્રી 2023: 7 સદીમાં પ્રથમવાર દુર્લભ સંયોગ, 5 મહાયોગમાં થશે શિવપૂજા, નવા કાર્યો માટે શુભ

ભીમાશંકર જ્યોતિર્લિંગનું છે ખાસ રહસ્ય? આ માટે ખુદ ભગવાન શિવ અહીં પ્રગટ થયા હતા, જાણો આખી કથા

ઘણું વાંચ્યું અને જોયું હશે પણ આજ સુધી તમને શિવના આ અવતાર વિશે ખ્યાન નહીં હોય, શિવરાત્રિ પર જાણો આ નામ

રાકેશે 1985માં 5,000 રૂપિયાથી શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. ત્યારથી એટલે કે 37 વર્ષ પછી તેમની પ્રોપર્ટી $5.8 બિલિયન (લગભગ 46 હજાર કરોડ રૂપિયા) છે. ટાટા કંપનીના સ્ટોક ટાઇટનથી રાકેશને સૌથી વધુ ફાયદો થયો. 2017માં આ સ્ટોકમાં થયેલા વધારાને કારણે તેણે એક જ દિવસમાં 900 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.


Share this Article